For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદીના સ્ટેન્ડબાઇ પ્લેનમાંથી મળ્યો ડિફ્યૂજ ગ્રેનેડ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 4 ઓક્ટોબર: અંગ્રેજી સમાચાર પત્ર ટાઇમ્સ ઑફ ઇન્ડિયામાં છપાયેલા સમાચાર અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં મોટું ગાબડું પાડ્યું છે. દિલ્હી એરપોર્ટ પર વૈકલ્પિક રીતે તૈયાર રાખવામાં આવેલા એરઇન્ડિયાના પ્લેન બોઇંગ-746માં ડિફ્યૂજ હૈંડ ગ્રેનેડ મળ્યો છે. આ સમાચાર બાદ જ સરકારી મહેકમમાં હડકંપ મચી ગયો છે.

તમને જણાવી દઇએ કે વૈકલ્પિક પ્લેનનો ઉપયોગ તે સમયે કરવામાં આવે છે જ્યારે કોઇ કારણસર જંબો જેટમાં કોઇ ટેક્નિકલ ખરાબી આવી જાય. એવામાં ઉડાન ન ભરી શકવાની સ્થિતીમં સ્ટેંડબાઇ એરક્રાફ્ટને ઉપયોગ કરે છે.

સમાચારપત્રમાં છપાયેલા સમાચારનું માનીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુરૂવારે રાત્રે ભારત પહોંચતાં જ આ પ્લેનને કોર્મિશિયલ ઉપયોગ હેઠળ દિલ્હી-મુંબઇ- જેદ્દાના રૂટ પર મોકલવામાં આવ્યું હતું.

namo-plane

પ્લેન જ્યારે શનિવારે જેદ્દા પહોચ્યું તો તપાસકર્મીઓને આ પ્લેનના બિઝનેસ ક્લાસમાં ડિફ્યૂજ હૈંડ ગ્રેનેડ મળ્યો. જેદ્દા એરપોર્ટ પર સિક્યુરિટી સાથે જોડાયેલા લોકોએ પહેલાં એરક્રાફ્ટની સુરક્ષાની તપાસ કરી, ત્યારબાદ પ્લેનને ઉડાન ભરવાની પરવાનગી આપવામાં આવી.

આ ખુલાસા બાદ જ ભારતીય સુરક્ષા એજન્સીઓ સર્તક થઇ ગઇ છે અને તેમણે આ મુદ્દાને પોતાના હાથમાં લઇ લીધો છે. સૂત્રોનું માનીએ તો તેમાં સીધી રીતે સૌરક્ષાકર્મીઓની ચૂક જોવા મળે છે. પ્લેનને વડાપ્રધાનના વૈકલ્પિક વ્યવસ્થાના રૂપમાં આપતાં પહેલાં તેની યોગ્ય રીતે તપાસ કરવામાં ન આવી.

English summary
A big security lapse found in prime minister,s security.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X