દિલ્હીની 5 વર્ષીય બાળકી શબ પાસે સુઇ જતી હતી

Written By:
Subscribe to Oneindia News

આપણા દેશનું દિલ એટલે દિલ્હી. દૂરથી દિલ્હી ઝગમગતું એક સુંદર અને ખુશહાલ શહેર દેખાય છે, પરંતુ ત્યાં એટલા જ દુઃખો અને પડકારો પણ સમાયેલા છે. એ વાત અલગ છે કે, કોઇ દિલ્હીના દુઃખો જોવા નથી માંગતુ. દિલ્હી શહેર અને ત્યાંની ગરીબીની એક કડવી વાસ્વિક્તા 15 સપ્ટેમ્બરના રોજ સમગ્ર દેશની સામે આવી હતી, જ્યારે ગુંજ ફાઉન્ડેશનના સંસ્થાપક અંશુ ગુપ્તા 'કોન બનેગા કરોડપતિ'માં આવ્યા હતા. તેમણે એક એવા દિલ્હીની વાત કરી, જેને સાંભળીને શો ના હોસ્ટ અમિતાભ બચ્ચન અને તે શો જોનારા તમામ દર્શકોના આશ્ચર્યચકિત થઇ ગયા હતા.

દિલ્હીની લાચાર બાજુ

દિલ્હીની લાચાર બાજુ

અંશુએ શો માં જણાવ્યું કે, તે પોતાની એક સ્ટોરીના કામ માટે જુની દિલ્હીમાં ગયા હતા, જ્યાં તેમની મુલાકાત લાવારિસ શબને ઉપાડવતા હબીબ સાથે થઇ હતી. એ હબીબ દિલ્હીના રસ્તાઓ પર પડેલા લાવારિસ શબ ઉપાડવાનું કામ કરતો હતો અને એના બદલામાં જે મળે એનાથી જ પોતાનું ગુજરાન ચલાવતો હતો.

એ હબીબની કમાણી

એ હબીબની કમાણી

હબીબે અંશુને જણાવ્યું કે, આ કામના બદલામાં તેને દરેક શબના 20 રૂ. અને બે મીટર કફનનું કપડું મળતુ હતુ. આ વીસ રૂપિયામાંથી જ તે પોતાનું ગુજરાન ચલાવતો હતો. શિયાળાની ઋતુમાં તેનું આ કામ ખુબ વધી જતું, કારણ કે દિલ્હીમાં શિયાળાની ઠંડીમાં મૃતકોની સંખ્યા ખુબ વધારે હોય છે. દર વર્ષ ઠંડીની ઋતુમાં મરનારાની સૌથી વધુ સંખ્યા દિલ્હીમાં હોય છે.

શબની બાજુમાં ઊંઘે છે બાળકો?

શબની બાજુમાં ઊંઘે છે બાળકો?

અંશુએ શોમાં જણાવ્યું કે, એક પાંચ વર્ષના બાળકીએ તેમને જણાવ્યું હતું કે, જ્યારે ખુબ જ ઠંડી લાગે, ત્યારે ઠંડીથી બચવા તે શબને પકડીને ઊંઘી જતી હતી. અંશુંએ જ્યારે તેને આની પાછળનું કારણ પુછ્યું તો એ બાળકીએ જણાવ્યું કે, 'શબ પડખા ફરતી નથી અને તે કોઈ રીતે હેરાન પણ કરી નથી. આથી હૂંફ મેળવવા તેને પકડીને ઊંઘી જાઉં છું.'

ગુંજની થઈ શરૂઆત

ગુંજની થઈ શરૂઆત

આ સાંભળીને અંશુ ગુપ્તા એટલા આશ્ચર્યચકિત અને દુઃખી થયા કે તેમના મનમાં આવા બાળકો માટે કંઇ કરવાની તીવ્ર ઇચ્છા ઊભી થઇ. એ ઇચ્છાને તેમણે ગુંજ સંસ્થાનું રૂપ મળ્યું. હાલ આ સંસ્થા દેશના 22 રાજ્યોમાં કામ કરી રહી છે અને આવા લોકોની મદદ માટે કાર્યરત છે.

English summary
Goong Founder Anshu Gupta share his experience in Kaun Banega Crorepati and told that how 5 years old girl from Delhi slept with deadbody to make herself warm during Winter.
Please Wait while comments are loading...