તમને શરમ નથી આવતી લોકો ઘરમાં પણ સુરક્ષિત નથીઃ SCની સરકારને ફટકાર

તમને શરમ નથી આવતી લોકો ઘરમાં પણ સુરક્ષિત નથીઃ SCની સરકારને ફટકાર

નવી દિલ્હીઃ દિલ્હી-એનસીઆરમાં દિવાળી બાદ ભયંકર રીતે વધી ગયેલ વાયુ પ્રદૂષણના મામલે સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે પંજાબ, હરિયાણા અને દિલ્હી સરકારને ફટકાર લગાવી છે. અદાલતે ત્રણેય રાજ્યોના મુખ્ય સચિવોને બરાબરના લીધા અને મામલાની ગંભીરતા દેખાડવા કહ્યું. બુધવારે સુપ્રીમ કોર્ટે કહ્યું કે પંજાબ સરકાર પોતાના ડેપ્યૂટીને અંજામ આપવામાં નાકામ રહી, રાજ્યમાં સતત પરાલી સળગાવાઈ રહી છે. જસ્ટિસ અરુણ મિશ્રની અધ્યક્ષતાવાળી વેંચ આ મામલાની સુનાવણી કરી રહી છે. બુધવારે દિલ્હી, પંજાબ અને હરિયાણાના ચીફ સેક્રેટરી પણ અદાલતમાં હાજર થયા.

Supreme court

જસ્ટિસ અરુણ મિશ્રએ પંજાબના ચીફ સેક્રેટરીને સુનાવણી દરમિયાન કહ્યું કે પરાલી ના સળગે તે તમે સુનિશ્ચિત કરો. અમે પરાલી સળગાવવાના માલે ત્વરિત પ્રભાવથી કાર્યવાહી કરવા માંગીએ છીએ પરંતુ એવું લાગે છે કે ઑફિસર્સ અને રાજ્ય સરકારો વચ્ચે સમસ્યાને લઈ સમન્વય નથી. જસ્ટિસ મિશ્રએ પંજાબ સરકારના ચીફ સેક્રેટરીન ફંડને લઈને પણ સવાલ કર્યા. તેમને પૂછ્યું કે શું તમારી પાસે રૂપિયાની કમી છે, જો એવું હોય તો અદાલતને જણાવો, અમે તમને ફંડ અપાવડાશું જેથી પરાલી સળગાવવાની સમસ્યાનો હલ કાઢી શકાય. તેમણે કહ્યું કે મામલાને લઈ કોઈને પણ ઢીલ આપવામાં નહિ આવે.

સુપ્રીમ કોર્ટે હરિયાણા સરકારને પણ આડેહાથ લીધી. હરિયાણાના ચીફ સેક્રેટરીને બેંચે કહ્યું કે અમે સ્થિતિથી ખુશ નથી. અમે જોયું કે હરિયાણા સરકાર મામલે ખરાબ રીતે ફેલ છે, માટે અમે ચીફ સેક્રેટરીને બોલાવ્યા છે. હરિયાણાના ચીફ સેક્રેટરીને અદાલતે કહ્યું કે અમને જણાવો કે પરાલી સળગાવવાના મામલે, પ્રદૂષણના મામલે શું કર્યું છે.

દિલ્હીના ચીફ સેક્રેટરી જસ્ટિસ અરુણ મિશ્રને પૂછ્યું કે જો તમારું નિર્માણ કાર્ય, રસ્તાની ધૂળ, કચરો ડમ્પિંગને લઈ તમે કંઈ કરી શકતા નથી તો પદ પર કેમ છો? તમે દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર જુઓ અને આકરાં પગલાં ઉઠાવો.

અગાઉ સોમવારે સુપ્રીમ કોર્ટે આ મામલે સુનાવણી કરી હતી. આ દરમિયાન અદાલતે કેન્દ્ર સરકાર, દિલ્હી સરકારને ફટકાર લગાવતા કહ્યું હતું કે મામલાનો ઉકેલ શોધવાને બદલે તમે લોકો એકબીજા પર દોષના પોટલા ઠાલવી રહ્યા છો. બીજી બાજુ અદાલતે હરિયણા, પંજાબમાં પરાલી સળગાવવાને લઈને કહ્યું હતું કે દર વર્ષે રોકટોક વિના પરાલી ન સળગાવી શકાય. આ મામલે કડકાઈથી કાર્યવાહી કરવાની જરૂરત છે.

દિલ્હી એનસીઆરમાં ખાસ કરીને દિવાળી બાદ પ્રદૂષણ ખતરનાક સ્તરે પહોંચી ગયું છે. લોકોએ સતત ખરાબ હવામાં શ્વાસ લેવો પડી રહ્યો છે. દિલ્હીમાં બુધવારે લોધી રોડ વિસ્તારમાં પીએમ 2.5 સ્તર 297 તો પીએમ 10નું સ્તર 250 બની ગયું છે, જે ખરાબ સ્થિતિ દર્શાવે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X