For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Delhi-NCR Pollution: રાજધાનીમાં ફરીથી વધ્યુ પ્રદૂષણ, AQI પહોંચ્યુ 400ને પાર

પ્રદૂષણની શિકાર દિલ્લીને ગુરુવારે પણ રાહત મળી નથી. અમુક વિસ્તારોમાં તો આજે AQI 400ને પાર પહોંચી ગયુ જે ખરાબની શ્રેણીમાં આવે છે.

|
Google Oneindia Gujarati News

પ્રદૂષણની શિકાર દિલ્લીને ગુરુવારે પણ રાહત મળી નથી. અમુક વિસ્તારોમાં તો આજે AQI 400ને પાર પહોંચી ગયુ જે ખરાબની શ્રેણીમાં આવે છે. દિલ્લીના આનંદ વિહાર વિસ્તારમાં AQI 409, બવાનામાં 406, વિવેક વિહારમાં 391 અને રોહિણીમાં 413 રેકોર્ડ કરવામાં આવ્યુ છે. તમને જણાવી દઈએ કે છેલ્લા થોડા દિવસોમાં દિલ્લીમાં પ્રદૂષણનુ સ્તર ઘટી ગયુ હતુ પરંતુ હવે એક વાર ફરીથી દિલ્લીવાળાનો સામનો ઝેરીલી હવાથી થઈ રહ્યો છે. જો કે હવામાન વિભાગનુ કહેવુ હતુ કે આવનારા દિવસોમાં એક્યુઆઈનુ સ્તર સુધરશે.

દિલ્લીમાં ફરીથી સ્મૉગ છવાઈ જવાનુ પૂર્વાનુમાન

આ વિશે વાત કરીને કેન્દ્રીય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના અધીન વાયુ ગુણવત્તા મોનિટરીંગ સંસ્થા સફરે દિલ્લીમાં સ્મૉગ ફરીથી છવાઈ જવાનુ પૂર્વાનુમાન વ્યક્ત કર્યુ છે. તેમનુ કહેવુ છે કે શનિવારથી પશ્ચિમી વિક્ષોત્ર સક્રિય થશે જેનાથી હવાની ગતિ સુધરશે ત્યારબાદ જ સ્થિતિ સામાન્ય થઈ શકે છે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ વ્યક્ત કરી હતી પ્રદૂષણ પર ચિંતા

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ વ્યક્ત કરી હતી પ્રદૂષણ પર ચિંતા

દિલ્લીના વધતા પ્રદૂષણ પર સંસદમાં ચર્ચા થઈ હતા ત્યારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ આ મુદ્દે ચિંતા વ્યક્ત કરી હતી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યુ કે આ વર્ષનો એક એવો સમય છે જ્યારે રાજધાની દિલ્લી સહિત ઘણા શહેરોની વાયુ ગુણવત્તા ખૂબ જ ખરાબ થઈ ચૂકી છે. તેમણે કહ્યુ કે આપણે સૌ એક એવા પડકારનો સામનો કરી રહ્યા છે જે પહેલા ક્યારેય નહોતુ.

આ પણ વાંચોઃ Video: કોલકત્તામાં એક ઈમારતમાંથી અચાનક વરસવા લાગી 2000-500ની નોટઆ પણ વાંચોઃ Video: કોલકત્તામાં એક ઈમારતમાંથી અચાનક વરસવા લાગી 2000-500ની નોટ

પ્રદૂષણ ઘટાડવા માટે બધાએ મળીને કામ કરવુ પડશે

પ્રદૂષણ ઘટાડવા માટે બધાએ મળીને કામ કરવુ પડશે

વળી, આ પહેલા વધતા પ્રદૂષણ પર દિલ્લી ઉચ્ચ ન્યાયાલયે પણ ચિંતા વ્યક્ત કરી હતી અને કહ્યુ હતુ કે દિલ્લીમાં પ્રદૂષણ ઘટાડવા માટે બધાએ મળીને કામ કરવુ પડશે. વાયુ પ્રદૂષણ પર એક જનહિત અરજી પર સુનાવણી કરીને ઉચ્ચ ન્યાયલયે કહ્યુ હતુ કે આ સમસ્યાના ઉકેલ માટે અપનાવવામાં આવેલી યોજનાઓમાં છે અને આના ઉકેલ માટે કોઈ પણ વિચાર પર એકમત ન હોવામાં છે. કોર્ટે કહ્યુ કે આ દિશામાં નાગરિકોએ પણ સક્રિય ભૂમિકા નિભાવવાની જરૂર છે. પ્રદૂષણ ઘટાડવા માટે લોકોમાં પણ ઈચ્છાશક્તિની ઉણપ છે.

English summary
Delhi: Air quality index (AQI) data as per Central Pollution Control Board (CPCB) this morning.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X