For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો અપાવવા માટે આજથી કેજરીવાલ આંદોલન કરશે

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હીવાસીઓને શનિવારે એક ખુલ્લો પત્ર લખ્યો. આ પત્રમાં દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની વાત કહી છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હીવાસીઓને શનિવારે એક ખુલ્લો પત્ર લખ્યો. આ પત્રમાં દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની વાત કહી છે. અરવિંદ કેજરીવાલ ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી ઘ્વારા દિલ્હીને દગો આપવામાં આવ્યો છે. અરવિંદ કેજરીવાલે પોતાના અધિકારીક ટ્વિટ્ટર હેન્ડલ ઘ્વારા ઘણા ટવિટ કર્યા છે.

આજથી કેજરીવાલ આંદોલન કરશે

ટવિટ કરીને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે ઈલેક્શન પહેલા દરેક પાર્ટીઓ પોતાના ઘોષણાપત્રમાં વચનો આપે છે કે તેઓ દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપશે પરંતુ આ મુદ્દે છેલ્લા 20 વર્ષથી કોઈએ કઈ પણ કર્યું નથી.

કેજરીવાલે દિલ્હીના લોકોને અપીલ કરી

કેજરીવાલે દિલ્હીના લોકોને અપીલ કરી

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હીવાસીઓને ખુલ્લો પત્ર લખ્યો અને પોતાના બાળકોના ભવિષ્ય માટે લડવાની અપીલ કરી. અરવિંદ કેજરીવાલ બેંગ્લોરની એક સંસ્થામાં 10 દિવસનો ઉપચાર કરાવીને દિલ્હી પાછા આવી ગયા છે. કેટલાક લોકો કેજરીવાલની આ પ્લાંનિંગને લોકસભા ઈલેક્શન સાથે પણ જોડી રહી છે.

ઉપ-રાજ્યપાલ ઉપર પણ કેજરીવાલે નિશાનો સાધ્યો

ઉપ-રાજ્યપાલ ઉપર પણ કેજરીવાલે નિશાનો સાધ્યો

આ પહેલા પણ કેજરીવાલે દિલ્હીના ઉપ-રાજ્યપાલ ઉપર નિશાનો સાધ્યો અને કહ્યું હતું કે દિલ્હીવાસીઓના કલ્યાણ સાથે જોડાયેલા કામોમાં તે વિઘ્ન નાખી રહ્યા છે. કેજરીવાલે જણાવ્યું કે તેમની સરકાર પાસે કોઈ પણ તાકાત નથી. જેનો મતલબ છે કે દિલ્હીવાસીઓના વોટની કિંમત ઝીરો છે.

English summary
Delhi CM Arvind Kejriwal open letter on full statehood
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X