For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્લીના 'બાબા કા ઢાબા' એ પોતાને ફેમસ કરનાર યુટ્યુબર સામે કર્યો કેસ, જાણો કેમ?

'બાબા કા ઢાબા'ના માલિક કાંતા પ્રસાદ હવે પોલિસ સ્ટેશન પહોંચી ગયા છે. જાણો કારણ.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ દિલ્લીના માલવીય નગર ઢાબા 'બાબા કા ઢાબા' ગયા મહિને સોશિયલ મીડિયા દ્વારા જાણીતા બન્યા. 'બાબા કા ઢાબા'ના માલિક કાંતા પ્રસાદ હવે પોલિસ સ્ટેશન પહોંચી ગયા છે. કાંતા પ્રસાદે ઈન્સ્ટાગ્રામ ઈનફ્લુએંસર અને યુટ્યુબર ગૌરવ વાસન સામે પોલિસ કેસ નોંધાવ્યો છે. કાંતા પ્રસાદનુ કહેવુ છે કે યુટ્યુબર ગૌરવ વાસનને તેમના માટે જે પણ પૈસા ડોનેશન માટે મળ્યા, તેમાં તેમણે હેરાફેરી કરી છે. દિલ્લી પોલિસે આ વિશે માહિતી આપી છે.

ડોનેશનના પૈસા નથી મળ્યા 'બાબા કા ઢાબા'વાળા બાબાને

ડોનેશનના પૈસા નથી મળ્યા 'બાબા કા ઢાબા'વાળા બાબાને

દિલ્લી પોલિસના જણાવ્યા મુજબ 80 વર્ષીય 'બાબા કા ઢાબા'વાળા કાંતા પ્રસાદે કહ્યુ કે યુટ્યુબર ગૌરવ વાસને તેમનો વીડિયો શૂટ કર્યો અને તેને ઑનલાઈન પોસ્ટ કર્યો. જેમાં તેમણે જનતાને પૈસા આપીને આર્થિક મદદ કરવાની અપીલ કરી. કાંતા પ્રસાદનુ કહેવુ છે કે તેમને એ બધા પૈસા નથી મળ્યા કારણકે ગૌરવે એ બધા પૈસા પોતાની પાસે રાખી લીધા છે.

યુટ્યુબરે પોતાના સંંબંધીઓની આપી બેંક ડિટેઈલ

યુટ્યુબરે પોતાના સંંબંધીઓની આપી બેંક ડિટેઈલ

પોલિસને નોંધાવેલી ફરિયાદમાં કાંતા પ્રસાદે જણાવ્યુ છેે કે વીડિયો પોસ્ટ કરીને ગૌરવે મારી મદદ તો કરી પરંતુ તેમણે પોતાનો ફાયદો કર્યો છે. કાંતા પ્રસાદે આગળ આરોપ લગાવ્યો, 'ગૌરવ વાસને જાણીજોઈને માત્ર પોતાના અને પોતાના પરિવાર/દોસ્તોની જ બેંક ડિટેઈલ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી. ગૌરવે ડોનેશન કરનાર લોકોને ઑનલાઈન પેમેન્ટ માટે પોતાના દોસ્તો અને પરિવારના મોબાઈલ નંબર શેર કર્યા. માટે જે પણ ડોનેશનના પૈસા આવે તે મને ન મળી શકે. મને કોઈ પણ પ્રકારની જાણકારી વિના વિવિધ પ્રકારના ચૂકવણીના માધ્યમથી દાનની ભારે રકમ એકઠી કરવામાં આવી છે.'

યુટ્યુબર ગૌરવ વાસનના વીડિયો બાદ જ ફેમસ થયા કાંતા પ્રસાદ

યુટ્યુબર ગૌરવ વાસનના વીડિયો બાદ જ ફેમસ થયા કાંતા પ્રસાદ

યુટ્યુબર ગૌરવ વાસને જ સૌથી પહેલા સોશિયલ મીડિયા પર બાબા કા ઢાબાા કાંતા પ્રસાદનો વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો. સોશિયલ મીડિયા અકાઉન્ટ પર શેર કરવામાં આવેલ વીડિયોમાં કાંતા પ્રસાદ રડતા દેખાય છે કે લૉકડાઉનના કારણે તેમના ઢાબામાં કોઈ જમવા નથી આવતુ. તેમની કમાણી બિલકુલ ખતમ થઈ ગઈ છે. વીડિયો વાયરલ થયા બાદ સેલિબ્રિટીથી લઈને નેતાઓ સુધી ઘણા લોકોએ કાંતા પ્રસાદની મદદ કરી છે. તેમના ઢાબા પર જમવા જવાની લાઈન લાગે છે.

ગુજરાત પેટા ચૂંટણીઃ કોંગ્રેસના 5 ઉમેદવાર ફરીથી મેદાનમાં, આ વખતે ભાજપની ટિકિટ પરગુજરાત પેટા ચૂંટણીઃ કોંગ્રેસના 5 ઉમેદવાર ફરીથી મેદાનમાં, આ વખતે ભાજપની ટિકિટ પર

English summary
Delhi 'Baba Ka Dhaba' owner complained FIR against youtuber who make him famous.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X