For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હી: બાથરૂમમાં મળી લાવારીશ બેગ, અંદરથી નીકળ્યું 9 કિલો સોનુ

દેશની રાજધાની દિલ્હીમાં તસ્કરી માટે લઇ જવામાં આવેલા સોનાની મોટી ખેપ પકડી લેવામાં આવી છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

દેશની રાજધાની દિલ્હીમાં તસ્કરી માટે લઇ જવામાં આવેલા સોનાની મોટી ખેપ પકડી લેવામાં આવી છે. સીઆઈએસએફ ઘ્વારા ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર 9 કિલો સોનાના બિસ્કિટ ભરેલી બેગ મળી આવી. પકડવામાં આવેલા સોનાની કિંમત 3 કરોડ બતાવવામાં આવી રહી છે. સીઆઈએસએફ અધિકારી ઘ્વારા જણાવવામાં આવ્યું કે ચેકીંગ દરમિયાન એરપોર્ટ બાથરૂમમાં એક લાવારીશ બેગ મળી આવ્યું, જે સંતાડીને રાખ્યું હતું. બેગને જયારે ખોલીને જોવામાં આવ્યું તો તેમાં સોનાના બિસ્કિટ ભરેલા હતા.

gold

મળતી જાણકારી અનુસાર સીઆઈએસએફ જવાન ગુરુવારે એરપોર્ટ પર ચેકીંગ કરી રહ્યા હતા. આ દરમિયાન જવાનોની નજર એરપોર્ટ બાથરૂમમાં સંતાડીને રાખવામાં આવેલા બેગ પર પડી. બેગ જયારે ખોલીને જોવામાં આવી તો તેમાં લગભગ 9 કિલો વજન જેટલા સોનાના બિસ્કિટ હતા. આ સોનાની કુલ કિંમત 3 કરોડ રૂપિયા બતાવવામાં આવી રહ્યા છે. સીઆઈએસએફ ઘ્વારા આ સોનુ કસ્ટમ વિભાગને સોંપી દેવામાં આવ્યું છે. જણાવવામાં આવ્યું રહ્યું છે કે આ સોનુ તસ્કરી માટે સંતાડવામાં આવ્યું હતું. આ મામલે જાંચ કરવામાં આવી રહી છે.
મુગલસરાય રેલવે સ્ટેશન પર 10 કિલો સોનુ પકડવામાં આવ્યું

આપણે જણાવી દઈએ કે હાલમાં જ યુપીમાં ડીઆરઆઈ વારાણસી યુનિટે ચંદોલીના મુગલસરાય રેલવે સ્ટેશન થી 10 કિલો સોનાના બિસ્કિટ સાથે 2 તસ્કરોની પણ ધરપકડ કરી હતી. આ બંને તસ્કરો સ્ટીલના ડબ્બામાં સોનુ સંતાડીને મ્યાનમાર થી નવી દિલ્હી લઈને આવ્યા હતા. જપ્ત કરવામાં આવેલા સોનાની કિંમત ઇન્ટરનેશનલ માર્કેટમાં 3 કરોડ 22 લાખ રૂપિયા જણાવવામાં આવી રહી છે.

English summary
Delhi cisf recovered bag containing nine gold bars worth rs 3 crore igi airport
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X