જયરામ ઠાકુર પર અરવિંદ કેજરીવાલનો પલટવાર, કહ્યુ - હિમાચલને પણ મળશે 'ઈમાનદાર સરકાર'
નવી દિલ્લીઃ આમ આદમી પાર્ટી સંયોજક અને દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શુક્રવારે હિમાચલના સીએમ જયરામ ઠાકુર પર પલટવાર કર્યો છે. કેજરીવાલે કહ્યુ કે દિલ્લી મૉડલનો અર્થ એક ઈમાનદાર સરકાર છે અને હિમાચલ પ્રદેશને પણ એક ઈમાનદાર સરકાર જલ્દી મળવાની છે. તમને જણાવી દઈએ કે કેજરીવાલનુ આ નિવદેન જયરામ ઠાકુરની એ ટિપ્પણીના જવાબમાં આવ્યુ છે જેમાં તેમણે કહ્યુ હતુ કે દિલ્લીનુ મૉડલ હિમાચલમાં સ્વીકાર્ય નથી.
અરવિંદ કેજરીવાલે જયરામના નિવેદનને આડા હાથે લઈને કહ્યુ કે, 'દિલ્લી મૉડલનો અર્થ ઈમાનદાર સરકાર છે. જયરામજી કહે છે કે હિમાચલ પ્રદેશમાં એક ઈમાનદાર સરકાર ન હોઈ શકે કારણકે હિમાચલની સામાજિક અને રાજકીય સ્થિતિઓ અલગ છે? સવાલ પરિસ્થિતિઓનો નથી પરંતુ ઈરાદાનો છે. પંજાબ અને દિલ્લીની જેમ હવે 'આપ' હિમાચલ પ્રદેશમાં પણ ઈમાનદાર સરકાર આપશે.'
આ પહેલા સીએમ ઠાકુરે કહ્યુ હતુ કે અરવિંદ કેજરીવાલ માત્ર પોતાની પાર્ટીને જીતાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આ પ્રવાસ ચૂંટણી સુધી ચાલુ રહેશે પરંતુ દિલ્લીના મૉડલ સાથે હિમાચલ પ્રદેશની તુલના સ્વીકાર્ય નથી. અહીં સામાજિક અને રાજકીય પરિસ્થિતિઓ અલગ છે. ઠાકુરે આગળ કહ્યુ, 'હિમાચલની જનતાએ ક્યારેય કોઈ ત્રીજા પક્ષને સ્થાન કે સમ્માન નથી આપ્યુ. માટે ભાજપ નિશ્ચિત રીતે હિમાચલ પ્રદેશમાં સત્તામાં આવશે.' તમને જણાવી દઈએ કે અરવિંદ કેજરીવાલ શનિવાર હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લામાં એક રેલીને સંબોધિત કરશે.
રાજ્યમાં વિધાનસભા ચૂંટણી નજીક આવતી જોઈ બધા પક્ષોએ પોતાની કમર કસી લીધી છે. આ કડીમાં કાલે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાએ કાંગડાનો પ્રવાસ કર્યો હતો. તેમણે આ દરમિયાન નગરોટા બગવામાં રોડ શો તેમજ જનસબા પણ કરી અને ભાજપની ડબલ એન્જિન સરકારના કામોને ગણાવ્યા. તેમણે કહ્યુ કે રાજ્યમાં ફરીથી જો ભાજપ આવે તો બાગવાનની જેમ હિમાચલ ખીલી જશે. નડ્ડાએ જયરામ ઠાકુરની પણ પ્રશંસા કરી અને કહ્યુ કે આ સરકાર જવાબદેહ સરકાર છે.