છઠ પૂજા દરમિયાન યમુના પ્રદૂષણ પર CM કેજરીવાલના કડક નિર્દેશ, સ્વચ્છતા માટે જાહેર કરાયા આદેશ

છઠ પૂજા માટે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી ચૂક્યા છે. આ દરમિયાન સીએમ અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરીને નિર્દેશ આપ્યા છે.

દિવાળીના તહેવાર પછી આવતી છઠ પૂજાનો તહેવાર આસ્થા અને પવિત્રતાની પરાકાષ્ઠા તરીકે પ્રસિદ્ધ છે. આ તહેવાર બિહાર ઉપરાંત દિલ્લી બાદ હવે દેશમાં ઘણા રાજ્યોમાં મનાવવામાં આવે છે. દિલ્લીમાં મુખ્યમંત્રી કેજરીવાલે કહ્યુ કે યમુના ઘાટો પર પહેલાની જેમ છઠ પૂજા મનાવવામાં આવશે. છઠ પૂજા માટે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી ચૂક્યા છે. આ દરમિયાન સીએમ અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરીને નિર્દેશ આપ્યા છે. દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા ટ્વિટ કરીને તમામ અધિકારીઓને નદી પ્રદૂષિત ન થાય તે સુનિશ્ચિત કરવા નિર્દેશ આપવામાં આવ્યો છે.

CM kejriwal

આ દરમિયાન દિલ્લી ભાજપે મુખ્યમંત્રી પર કટાક્ષ કરતા કહ્યુ કે કેજરીવાલને સ્વચ્છ યમુના ત્યારે જ યાદ આવે છે જ્યારે ચૂંટણી અથવા છઠ પૂજાનો સમય નજીક હોય. સીએમ અરવિંદ કેજરીવાલ છઠ પૂજા પહેલા યમુનાની સફાઈને લઈને ગંભીરતા દાખવી રહ્યા છે. આ પછી દિલ્લી ભાજપના વડા આદેશ ગુપ્તાએ કહ્યુ કે, 'તે (કેજરીવાલે) 2014થી અત્યાર સુધી અસંખ્ય વખત યમુનાની સફાઈની વાત કરી છે પરંતુ યમુના નદીની હાલત વધુ ખરાબ થઈ રહી છે.' ભાજપનો દાવો છે કે કેન્દ્ર સરકારે સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સ્થાપવા માટે દિલ્લી સરકારને 2,409 કરોડ રૂપિયા આપ્યા છે પરંતુ તેમના રાજકીય પ્રવાસમાં પાણીની જેમ પૈસા વેડફાય છે.

દિલ્લી સરકારે અગાઉ જાહેરાત કરી હતી કે 30 અને 31 ઓક્ટોબરે છઠ પૂજા માટે 1,100 ઘાટ બનાવવામાં આવ્યા છે. સરકારે તહેવાર માટે 25 કરોડ રૂપિયાના ફંડની પણ જાહેરાત કરી હતી. ટાઈમ્સ ઑફ ઈન્ડિયાના અહેવાલમાં એક અંદાજ મુજબ લોક આસ્થાનો મહાન તહેવાર છઠ દિલ્હીમાં પૂર્વાંચલના 20 લાખથી વધુ લોકોમાં ખૂબ જ લોકપ્રિય છે. નોંધપાત્ર રીતે ચોમાસા દરમિયાન પાણીનો સારો પ્રવાહ હોવા છતાં યમુનામાં પ્રદૂષણનુ સ્તર ખૂબ વધુ રહ્યુ. સપ્ટેમ્બરના મહિનામાં નદીમાં ફેકલ કોલિફોર્મનુ સ્તર ધોરણ કરતા 200 ગણુ વધારે જોવા મળ્યુ હતુ. ફેકલ કોલિફોર્મ સારવાર ન કરાયેલ ગટરનો સંદર્ભ આપે છે. તેનું સ્તર ઇચ્છિત મર્યાદા કરતાં 1,700 ગણુ વધારે હતુ.

તમને જણાવી દઈએ કે કેન્દ્રીય જલ શક્તિ મંત્રાલય અને દિલ્લી પ્રદૂષણ નિયંત્રણ સમિતિ(DPCC) અને અન્ય હિતધારકોએ છઠ પૂજા દરમિયાન ઓખલા બેરેજના તળિયે ફીણની રચનાની તપાસ કરવા માટે એક સંયુક્ત સમિતિની રચના કરી હતી. નદીમાં પ્રદૂષણનુ કારણ સ્થાનિક અથવા ઔદ્યોગિક રીતે ઉપયોગમાં લેવાતા બિન-પ્રક્રિયા કરાયેલા ગંદા પાણી અને ડિટર્જન્ટમાં રહેલા સર્ફેક્ટન્ટ્સ અને ફોસ્ફેટ્સ છે. આને કારણે, મોટા પ્રમાણમાં ફીણ રચાય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X