દિલ્લીમાં મળશે મોંઘા થતા પેટ્રોલ-ડીઝલથી છૂટકારો, કેજરીવાલ સરકારે આપી આ નવી ઑફર!
દેશની રાજધાની દિલ્લીમાં ઈ-વાહનોને પ્રોત્સાહિત કરવાનુ કામ કરતી દિલ્લી સરકારે હવે નવી ઑફર આપી છે.
નવી દિલ્લીઃ દેશની રાજધાની દિલ્લીમાં ઈ-વાહનોને પ્રોત્સાહિત કરવાનુ કામ કરતી દિલ્લી સરકારે હવે ઈ-સાઈકલોને પણ સબસિડી આપવાનો નિર્ણય કર્યો છે, જે સ્વાગત યોગ્ય છે. પરિવહન મંત્રી કૈલાશ ગહેલોતના જણાવ્યા અનુસાર આવુ પહેલી વાર થયુ છે જ્યારે કોઈ રાજ્યએ પોતાની ઈ-વાહન નીતિમાં ઈ-સાઈકલને પણ શામેલ કરી છે. સરકારે પહેલી દસ હજાર ઈ-સાઈકલોના વેચાણ પર 5500 રૂપિયા સબસિડી આપશે. આ ઉપરાંત આ દસ હજાર ઈ-સાઈકલોમાંથી પહેલા ખરીદવામાં આવેલ એક હજાર સાઈકલોને બે-બે હજાર રૂપિયાની વધારાની પ્રોત્સાહન રકમ આપવામાં આવશે.

જો કે, આના માટે સરકારે પાત્રતાની પણ શરતો નક્કી કરી દીધી છે. જે અનુસાર એક વ્યક્તિને એક જ ઈ-સાઈકલ પર સબસિડી મળશે અને તેને દિલ્લીના સ્થાયી નિવાસી હોવુ અનિવાર્ય છે. દિલ્લીને ઈ-વાહનોની રાજધાની બનાવવા માટે દિલ્લી સરકાર આ વાહનોની ખરીદી માટે લોકોને પ્રોત્સાહિત કરી રહી છે. રાજધાનીમાં વાયુ પ્રદૂષણની વર્ષભર રહેતી ખરાબ સ્થિતિ કોઈનાથી છૂપી નથી. આ સ્થિતિમાં સુધારા માટે આ ખૂબ જરુરી છે કે વાહનોને સ્વચ્છ ઈંધણથી ચલાવવામાં આવે અને પ્રદૂષણ ફેલાવતા ઈંધણથી ચાલતા વાહનોને જેટલા જલ્દી સંભવ હોય રસ્તા પરથી હટાવવામાં આવે.
દિલ્લીમાં હજુ લાસ્ટ માઈલ કનેક્ટિવિટીની સુવિધા નથી જેના કારણે ટુ-વ્હીલર વાહનોનો ઉપયોગ વધુ થાય છે. મોટાભાગના ટુ-વ્હીલર વાહન પેટ્રોલ પર જ ચાલે છે અને વાયુ પ્રદૂષણનુ મોટુ કારણ બને છે. માટે આ જરુરી છે કે તેમનો ઉપયોગ સીમિત કરવાના પ્રયત્ન કરવામાં આવે. એવી આશા રાખવી જોઈએ કે દિલ્લી સરકારના પ્રોત્સાહથી ઈ-સાઈકલોનુ વેચાણ અને ઉપયોગ વધશે, જે પેટ્રોલથી ચાલતા વાહનોનો સારો વિકલ્પ બનશે. દિલ્લીવાસીઓએ સરકારની આ નીતિનો લાભ ઉઠાવવો જોઈએ અને ઈ-સાઈકલનો ઉપયોગ કરીને દિલ્લીમાં વાયુ પ્રદૂષણને સીમિત કરવામાં પોતાનુ યોગદાન આપવુ જોઈએ.












Click it and Unblock the Notifications
