For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્લી CM કેજરીવાલે કહ્યુ - પ્રદૂષણ માટે દોષારોપણ બંધ કરીને ઉકેલ શોધીએ, મોટા પગલાં લેવા પડશે

દિલ્લીમાં વધતા પ્રદૂષણ મામલે ભાજપના આરોપો પર હવે દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે 4 નવેમ્બર, શુક્રવારે પલટવાર કર્યો છે.

|
Google Oneindia Gujarati News

Delhi Pollution: દિલ્લીમાં વધતા પ્રદૂષણ મામલે ભાજપના આરોપો પર હવે દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે 4 નવેમ્બર, શુક્રવારે પલટવાર કરીને કહ્યુ કે, 'દિલ્લી કે પંજાબ સરકાર આના માટે સંપૂર્ણપણે જવાબદાર નથી. આના ઘણા કારણો છે. આમાં કેન્દ્ર સરકારે આગળ આવીને મોટા પગલાં લેવા પડશે. દોષારોપણ કરવાનો સમય નથી. આટલા સંવેદનશીલ મુદ્દા પર રાજનીતિ કરવાનો સમય નથી. રાજનીતિ રમવાથી ઉકેલ નહિ મળે અને જનતાને એનો કોઈ ફાયદો નહિ થાય.'

kejriwal

દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના સીએમ ભગવંત માને શુક્રવારે 04 નવેમ્બરે સંયુક્ત પ્રેસ કૉન્ફરન્સ કરી હતી. આ દરમિયાન દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યુ, 'દિલ્લીમાં હવા ખૂબ જ ખરાબ થઈ ગઈ છે અને લોકોને શ્વાસ લેવામાં ઘણી તકલીફ થઈ રહી છે. તેમણે કહ્યુ કે આ સમસ્યા માત્ર દિલ્લીની નથી પરંતુ સમગ્ર ઉત્તર ભારતની સમસ્યા છે. સીએમ કેજરીવાલે કહ્યુ કે આ સમસ્યા માટે માત્ર આમ આદમી પાર્ટી અને દિલ્લી-પંજાબની સરકારો જ જવાબદાર નથી. સ્થાનિક અને પ્રાદેશિક કારણો સહિત પ્રદૂષણ વધવાના ઘણા કારણો છે. તેમણે કહ્યુ કે પવન અહીંથી ત્યાં અને ત્યાંથી અહીં જાય છે.

કેજરીવાલે કહ્યુ કે કેન્દ્ર સરકારે આગળ આવીને પ્રદૂષણ માટે મોટા પગલા લેવા પડશે. જેથી સમગ્ર ઉત્તર ભારતને પ્રદૂષણથી બચાવી શકાય. તેમણે કહ્યુ કે પંજાબમાં પરાલી સળગી રહી છે અમે માનીએ છીએ. આના માટે ખેડૂતો જવાબદાર નથી, ખેડૂતોને ઉકેલની જરૂર છે. જે દિવસે ખેડુતોને ઉકેલ મળશે તે દિવસે તેઓ પરાલી બાળવાનું બંધ કરી દેશે. કારણ કે પરાલીનો ધુમાડો દિલ્લી પહોંચે તે પહેલા તે ધુમાડો ખેડૂતના ઘરે પહોંચી જાય છે. કેજરીવાલે કહ્યુ કે જો પંજાબમાં પરાલી સળગી રહી છે તો તેના માટે અમારી સરકાર અને અમે જવાબદાર છીએ. જો કે, તેમણે કહ્યુ કે આવતા વર્ષ એટલે કે 2023 સુધીમાં પરાલી સળગાવવાના કેસમાં ઘટાડો થશે.

આ દરમિયાન પંજાબના સીએમ ભગવંત માને કહ્યુ કે ડાંગર અને ઘઉંના પાકમાં માત્ર 10થી 12 દિવસનુ અંતર છે. આ અંતર વચ્ચે ખેડૂતોએ ખેતરોમાંથી પરાલી દૂર કરવી પડે છે અને તેઓ આટલી ઝડપથી પરાલી દૂર કરી શકતા નથી. માટે તેમની પાસે માત્ર માચીસ સળી બચે છે. પરંતુ આવતા વર્ષે નવેમ્બર સુધીમાં અમે તેનો ઉકેલ શોધી લઈશુ.

સીએમ કેજરીવાલે જાહેરાત કરી છે કે રાજધાની દિલ્લીમાં આવતીકાલે 05 નવેમ્બરથી પ્રાથમિક શાળાઓ બંધ કરવામાં આવી રહી છે. જ્યાં સુધી દિલ્લીનુ વાયુ પ્રદૂષણ સુધરે નહિ ત્યાં સુધી. તેમણે એમ પણ કહ્યુ કે ઓડ-ઈવનનો વિચાર ચાલી રહ્યો છે. જરૂર પડશે તો ઓડ-ઈવન લાગુ કરવામાં આવશે.

દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માનને તેમના રાજ્યમાં પરાલી સળગાવવા અંગે પત્ર લખ્યો છે. એલજી વીકે સક્સેનાએ એક પત્ર દ્વારા ભગવંત માનને પંજાબમાં પરાલી સળગાવવા પર નિયંત્રણ માટે તાત્કાલિક અને નક્કર પગલાં લેવા જણાવ્યુ છે. વધુમાં લખ્યુ કે તેમણે ફરી એકવાર રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્લી ગેસ ચેમ્બરમાં ફેરવી દીધી છે.

English summary
Delhi Pollution: CM Kejriwal said - Lets avoid blame game and find a solution, big steps have to be taken.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X