Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

'ફિક્સિંગમાં બીજી ટીમ પણ સામેલ હોવાની સંભાવના'

neeraj kumar
નવી દિલ્હી, 30 મે: દિલ્હી પોલીસ કમિશ્નર નીરજ કુમારે કહ્યું કે રાજસ્થાન રોયલ્સ ઉપરાંત વધું એક આઈપીએલ ટીમ સ્પોટ ફિક્સિંગમાં સામેલ હોવાની સંભાવના છે પરંતુ અત્યાર સુધી આ સંબંધમાં કોઇ સફળતા મળી નથી.

કુમારને જ્યારે સ્પોટ ફિક્સિંગમાં અન્ય આઇપીએલ ટીમોની સંડોવણી અંગે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે બીજી આઇપીએલ ટીમની પણ સામેલગીરી હોવાની સંભાવના છે. તેમણે કહ્યું કે દિલ્હી પોલીસ સફળતાની આશા સેવી રહી છે પંરતુ હજી સુધી સફળતા હાથ લાગી નથી. માટે અમે અમારા કેસના વ્યાપક પાસાઓને તપાસીશું.

નીરજ કુમારને એવું પૂછવામાં આવ્યું કે શું તેઓ રાજસ્થાન રોયલ્સ સિવાય અન્ય કોઇ ટીમનું નામ લેવા માંગશે તો તેમણે જણાવ્યું કે મારે ત્યાં સુધી કોઇ ટીમનું નામ ના લેવું જોઇએ જ્યાં સુધી મારી પાસે મજબૂત પુરાવા ના હોય. વધું ખેલાડીઓની સંડોવણી અંગે પૂછાતા તેમણે જણાવ્યું કે કંઇપણ કહી શકાય નહીં. અમારી પાસે ઘણી માહીતી છે પરંતુ માહીતીનો અર્થ પૂરાવો નથી હોતો. અને હું કોઇપણ રૂપમાં કોઇપણ ટીમ અથવા કોઇ વ્યક્તિનું નામ લેવામાં વિશ્વાસ નથી કરતો જ્યાં સુધી તેના સમર્થનમાં સામગ્રી ના હોય

સ્પોટ ફિક્સિંગમાં સંડોવણીની વાત રાજસ્થાન રોયલ્સના ક્રિકેટર એસ શ્રીસંત દ્વારા સ્વીકાર કરવા અંગે પૂછાયેલા સવાલ પર તેમણે કહ્યું કે તેણે સ્વીકાર કરી લીધું છે. પરંતુ અમારી પાસે તેની સ્વીકારોક્તિનો કોઇ અર્થ નથી કારણ કે તે કોર્ટમાં સ્વીકાર્ય પૂરાવો નથી. પરંતુ કોઇપણ વાતના ખુલાસા બાદ સામગ્રીની મળી આવ્યા બાદ તે સ્વીકાર્ય છે. સટ્ટેબાજો પાસેથી મળેલી રકમથી શ્રીસંતના લેપટોપ અને મોંઘા જીન્સ ખરીદવા અંગે પૂછાતા કુમારે જણાવ્યું કે અમે આપને આ પૂરાવો ના આપી શકીએ કોર્ટને આપીશું.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X