For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્લીની સ્કૂલોમાં જોવા મળી શકે છે મોટો ફેરફાર, સરકાર કરી રહી છે તૈયારી

ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ ગુરુવારે દિલ્લી સરકારની સ્કૂલોના પ્રમુખો સાથે વાતચીત કરી. જાણો શું કહ્યુ.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ ગુરુવારે દિલ્લી સરકારની સ્કૂલોના પ્રમુખો સાથે વાતચીત દરમિયાન કહ્યુ કે દિલ્લી સરકારે છેલ્લા સાત વર્ષમાં સ્કૂલો પર ઘણુ કામ કર્યુ છે અને શિક્ષણને એક શાનદાર મૉડલ આપ્યુ છે. આ દરમિયાન તેમણે સ્કૂલ પ્રમુખો સાથે ચર્ચા-વિચારણા કરીને તેમની પાસેથી પણ સૂચનો લીધા. આમાં દિલ્લી સરકારના 800થી વધુ સ્કૂલના પ્રમુખોએ ભાગ લીધો.

manish sisodia

મનીષ સિસોદિયા આ પ્રસંગે સ્કૂલ પ્રમુખોને નિર્દેશ આપ્યા કે હવે પોતાની સ્કૂલમાં સાફ-સફાઈ, વર્ગખંડની સુંદરતાને વધારવા સાથે સારો માહોલ બનાવવા માટે કામ કરો. તેમણે કહ્યુ કે છેલ્લા સાચ વર્ષમાં સરકારે સ્કૂલો પર ઘણુ કામ કર્યુ છે અને શિક્ષણને એક શાનદાર મૉડલ બનાવ્યુ છે. પરંતુ હવે આ સ્કૂલ પ્રમુખોની જવાબદારી છે કે તે પોતાની જવાબદેહી નક્કી કરીને પોતાની સ્કૂલ માટે જાતે એક લઘુત્તમ બેંચમાર્ક તૈયાર કરે. એ સુનિશ્ચિત કરે કે સ્કૂલમાં કઈ પણ તે લઘુત્તમ રેખાથી નીચે ન હોય. આના માટે સરકાર સ્કૂલોને દરેક જરુરી સુવિધાઓ અને પૈસા ઉપલબ્ધ કરાવશે. સાથે જ શિક્ષણ વિભાગના અધિકારી દ્વારા સમયે-સમયે સ્કૂલ જઈને સમીક્ષા કરવામાં આવશે કે સ્કૂલોમાં બધી વસ્તુઓનુ ધ્યાન રાખવામાં આવી રહ્યુ છે કે નહિ.

દિલ્લી સરકારના સ્કૂલ પ્રમુખો સાથે ચર્ચા કરીને ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કહ્યુ કે મિશન બુનિયાદની ક્લાસ હાલમાં જ પૂરી થઈ છે અને આમાં આપણી સ્કૂલોએ ઘણુ સારુ પ્રદર્શન કર્યુ છે. પરંતુ આપણે ભવિષ્યની રણનીતિ વિશે હજુ વિચારવાની જરુર છે જેથી છેલ્લા બે વર્ષોમાં મહામારીના કારણે જે લર્નિંગ ગેપ આવ્યો છે તેને ખતમ કરી શકાય. તેમણે કહ્યુ કે સ્કૂલ ખુલ્યા બાદ સિલેબસને પૂરો કરવાની કોઈ જલ્દી ન કરો. બાળકોમાં વ્યાવહારીક સમજ વિકસિત કરવા પર કામ કરો. સિસોદિયાએ કહ્યુ કે ઘણી બધી સ્કૂલોના પ્રમુખોમાં પોતાની સ્કૂલને શ્રેષ્ઠ બનાવવા માટેનુ જૂનુન છે. આવુ જ જૂનુન આપણા બધા સ્કૂલ પ્રમુખોમાં હોવુ જોઈએ. દિલ્લી સરકાર દ્વારા સ્કૂલોમાં શરુ કરવામાં આવેલ માઈન્ડસેટ કરિકુલમ પર ચર્ચા કરતા સિસોદિયાએ કહ્યુ કે દર દોરની પોતાની જરુરિયાતો રહી છે. ત્યારે સ્કૂલોમાં એ સમય મુજબ કરિકુલમ ડિઝાઈન કરવામાં આવ્યો અને બાળકોને એ શીખવવામાં આવ્યુ.

English summary
Delhi Deputy CM Manish Sisodiya says Arvind Kejriwal did lots of work for schools
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X