For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Delhi Election Results: 70માંથી 21 સીટો પર 1000થી ઓછુ અંતર, જાણો કોણ કેટલું આગળ

Delhi Election Results: 70માંથી 21 સીટો પર 1000થી ઓછુ અંતર, જાણો કોણ કેટલું આગળ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભાની 70 સીટો પર આજે મતગણતરી થઈ રહી છે. શરૂઆતી રૂઝાનોમાં આમ આદમી પાર્ટી સ્પષ્ટ બહુમત સાથે સરકાર બનાવતી જઈ રહી છે. જો કે 70 સીટોમાંથી 21 સીટો એવી છે, જેના પર મુકાબલો નજીકનો છે. 21 સીટો પર 1000 વોટથી ઓછું અંતર છે. જેમાં 13 પર આમ આદમી પાર્ટી અને 8 પર ભાજપ આગળ છે. એવામાં આ સીટો પર કંઈપણ કહેવું ઉતાવળ છે.

Delhi Assembly Elections 2020

દિલ્હી વિધાનસભા ચૂંટણી પરિણામોના જે રૂઝાન અત્યાર સુધી આવ્યા છે, તેમાં આમ આદમી પાર્ટી 46 અને ભાજપ 24 સીટો પર આગળ છે. દિલ્હીમાં 8 ફેબ્રુઆરીએ મતદાન થયું હતું. કુલ 62.59 ટકા લોકોએ મતદાન કર્યું હતું. જો કે 2015માં 67.5 ટકા લોકોએ મતદાન કર્યું હતું. જેના પરિણામ આજે આવી રહ્યા છે. કુલ પાંચ એક્ઝિટ પોલ્સમાં દિલ્હી વિધાનસભાની કુલ 70 સીટમાંથી આમ આદમી પાર્ટીને 56થી 60 સીટ મળવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. બાજપને 14 સીટ મળવાનું અનુમાન છે.

Delhi Election Results 2020: રૂઝાનોમાં AAPની હાફ સેન્ચ્યુરીDelhi Election Results 2020: રૂઝાનોમાં AAPની હાફ સેન્ચ્યુરી

2015ની વિધાનસબા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 70માંથી 67 વિધાનસભા સીટ હાંસલ કરી હતી. ભાજપે ત્રણ સીટ હાંસલ કરી હતી જ્યારે કોંગ્રેસે એકપણ સીટ હાંસલ નહોતી કરી. પરંતુ આ વખતે અહીં આમ આદમી પાર્ટીનું કહેવું છે કે તેઓ ફરી એકાર જીત હાંસલ કરશે જ્યારે ભાજપ પણ દાવો કરી રહ્યું છે કે દિલ્હીની સત્તા તેમને જ મળશે.

Delhi Election Results 2020: એકમાત્ર સીટ જ્યાં કોંગ્રેસ ટક્કર આપી રહી છેDelhi Election Results 2020: એકમાત્ર સીટ જ્યાં કોંગ્રેસ ટક્કર આપી રહી છે

English summary
Delhi Election Results: Less than 1000 distance on 21 of 70 seats
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X