For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Delhi Election Results: કેજરીવાલના આ ત્રણ મંત્રી રેસમાં પાછળ રહી ગયા

Delhi Election Results: કેજરીવાલના આ ત્રણ મંત્રી રેસમાં પાછળ રહી ગયા

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં ફરી એકવાર અરવિંદ કેજરીવાલની સત્તામાં વાપસીનો રસ્તો સાફ થતો જોવા મળી રહ્યો છે. મંગળવારે મતગણતરી શરૂ થતાની સાથે જ આમ આદમી પાર્ટીએ લીડ મેળવી લીધી છે. મતગણતરી જેમ જેમ આગળ વધી રહી છે સત્તાધારી પાર્ટીની લીડમાં પણ વધારો થતો જોવા મળી રહ્યો છે. ઈલેક્શન કમિશનની વેબસાઈટ મુજબ 12 વાગ્યા સુધી સામે આવેલા રુઝાનો પર ધ્યાન આપવામાં આવે તો AAPને 57 સીટ પર લીડ મળતી જોવા મળી રહી છે, જ્યારે ભાજપ 13 સીટ પર આગળ છે. દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ફરી એકવાર કોંગ્રેસને આકરો ઝાટકો લાગ્યો છે, પાર્ટીનું ખાતું પણ દેશની રાજધાનીમાં ખુલતું નથી દેખાતુ. ભલે જ આમ આદમી પાર્ટી શાનદાર વાપસી કરી રહી હોય પરંતુ કેજરીવાલ સરકારના ત્રણ મંત્રી આ ચૂંટણીમાં પાછળ રહી ગયા છે. આવો જાણીએ આ મંત્રીઓ વિશે જેમના પર જનતા પોતાનો ભરોસો જતાવતી નથી જણાઈ...

રૂઝાનોમાં કેજરીવાલ સરકારના ત્રણ મંત્રી પાછળ

રૂઝાનોમાં કેજરીવાલ સરકારના ત્રણ મંત્રી પાછળ

70 સીટોવાળી દિલ્હી વિધાનસભામાં અત્યાર સુધીના આંકડાઓ પર નજર કરીએ તો 12 વાગ્યા સુધી આમ આદમી પાર્ટીની 57 સીટ પર લીડ છે, ભાજપ 15 સીટ પર આગળ છે. દિલ્હીની જનતાના ફેસલાથી સાફ થાય છે કે દિલ્હીમાં કેજરીવાલ સરકારની વાપસી નક્કી છે. છતાં પાર્ટીને પટપડગંજ વિધાનસભા સીટ પર ઝાટકો લાગતો દેખાઈ રહ્યો છે, જ્યાં ડેપ્યૂટી સીએમ મનીષ સિસોદિયા પોતાના પ્રતિદ્વંદ્વી ભાજપના ઉમેદવાર રવિંદર સિંહ નેગીથી પાછળ ચાલી રહ્યા છે.

મનીષ સિસોદિયા

મનીષ સિસોદિયા

દિલ્હી ચૂંટણીમાં 11.15 વાગ્યે સામે આવીલ જાણકારી મુજબ આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતા અને ડેપ્યૂટી સીએમ મનીષ સિસોદિયા 1427 વોટોથી પાછળ છે. મનીષ સિસોદિયાને 4945 વોટ મળ્યા છે, જ્યારે ભાજપના ઉમેદવાર રવિ નેગીને 4983 વોટ મળ્યા છે. જો કે ભાજપ ઉમેદવારને વધુ લીડ નથી મળી, પરંતુ આંકડાઓ પરથી કાંટાની ટક્કર થતી જણાઈ રહી છે.

કૈલાશ ગેહલોત

કૈલાશ ગેહલોત

મનીષ સિસોદિયા જ નહી, કેજરીવાલ સરકારના વધુ એક મંત્રી કૈલાશ ગહલોત પણ પોતાની સીટ પર પાછળ ચાલી રહી છે. ગહલોત પશ્ચિમી દિલ્હીની નઝફગઢ વિધાનસભા સીટથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે. આ સીટ પર હાલ AAPનો કબ્જો છે. જો કે આ વખતે તેમની સીટ પર કાંટાની ટક્કર જોવા મળી રહી છે. 11 વાગ્યા સુધી સામે આવેલ રૂઝઆનો પર નજર કરીએ તો કૈલાશ ગેહલોત પોતાના નજીકના પ્રતિદ્વંદ્વી ભાજપના અજીત સિંહ ખરખરીથી પાછળ ચાલી રહ્યા છે.

સતેંદર જૈન

સતેંદર જૈન

કેજરીવાલ સરકારના વધુ એક મંત્રી દિલ્હીની શકૂરબસ્તી વિધાનસભા સીટથી પાર્ટીના ઉમેદવાર સતેંદર જૈન ભાજપના મુકાબલે 100 વોટથી પાછળ ચાલી રહ્યા છે. ભાજપે આ સીટ પર એસસી વત્સને ઉમેદવાર બનાવ્યા છે. એસસી વત્સ આ સીટથી કોંગ્રેસની ટિકિટ પર બીજીવાર ધારાસભ્ય રહ્યા છે. જો કે આ વખતે તેઓ ભાજપની ટિકિટ પર કિસ્મત અજમાવી રહ્યા છે.

દિલ્લી ચૂંટણી પરિણામોઃ ‘પાકિસ્તાન સામે લડનારા હાર્યા, ભારત માટે લડનારા જીત્યા'દિલ્લી ચૂંટણી પરિણામોઃ ‘પાકિસ્તાન સામે લડનારા હાર્યા, ભારત માટે લડનારા જીત્યા'

English summary
Delhi election results: Three Minister of AAP Government trailing election race?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X