Delhi Exit Poll Results 2020: કેજરીવાલની બનશે સરકાર પણ સીટમાં ઘટાડો
Delhi Exit Poll Results 2020: કેજરીવાલની બનશે સરકાર પણ સીટમાં ઘટાડો
નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભાની તમામ 70 સીટ પર સાંજે મતદાન પૂર્ણ થઈ ગયું છે. મતદાન ખતમ થયા બાદ તમામ ટીવી ચેનલ્સના એક્ઝિટ પોલ અને સર્વે આવવા શરૂ થઈ ગયા છે. આ ચૂંટણી મુકાબલામાં સત્તા પર રહેલ આમ આદમી પાર્ટી, ભાજપ અને કોંગ્રેસ મુખ્ય રૂપે મેદાનમાં છે. આ ચૂંટણીમાં કુલ 672 ઉમેદવારો પોતાની કિસ્મત અજમાવી રહ્યા છે. દિલ્હીના 1,47,86,382 મતદાતાઓ સત્તા કોને સોંપવી તે નક્કી કરશે. 11 ફેબ્રુઆરીએ ચૂંટણીના પરિણામ જાહેર થનાર છે. તે પહેલા સામે આવેલા એક્ઝિટ પોલ કેજરીવાલને દિલ્હીની ખુરશી ભેટ આપી રહ્યા છે.

એક્ઝિટ પોલમાં કેવું છે દિલ્હીનું દ્રશ્ય?
- Times Now-IPSOSના એક્ઝિટ પોલ મુજબ 70 સીટ વાળી દિલ્હી વિધાનસભામાં આમ આદમી પાર્ટીને 44 સીટ મળી રહી છે, ભાજપને 26 સીટ મળી રહી છે, જ્યારે કોંગ્રેસને 0 સીટ મળી રહી છે.
- NEWSX-NETAના એક્ઝિટ પોલ મુજબ આમ આદમી પાર્ટીને 53-57 સીટ મળી રહી છે, આમ આદમી પાર્ટીને 11-17 સીટ મળી રહી છે જ્યારે કોંગ્રેસને 2 સીટ મળી રહી છે.
- Republic TV- Jan Ki Baatના એક્ઝિટ પોલ મુજબ આમ આદમી પાર્ટીને 48-61 સીટ મળી રહી છે, ભાજપને 9-21 સીટ મળી રહી છે જ્યારે કોંગ્રેસને 1 સીટ મળી રહી છે.
- ABP-CVOTERના એક્ઝિટ પોલ મુજબ આમ આદમી પાર્ટીને 49-63, ભાજપને 05-19 જ્યારે કોંગ્રેસને 4 સીટ મળી રહી છે.
- NEWSX-POLSTRATના એક્ઝિટ પોલ મુજબ આમ આદમી પાર્ટીને 50-56, ભાજપને 10-14 જ્યારે કોંગ્રેસને 2 સીટ મળી રહી છે.
આમ એક્ઝિટ પોલ મુજબ દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર તો બની રહી છે પરંતુ ગત ચૂંટણીની સરખમણીએ આ વખતે 17 સીટ ઓછી મળી રહી છે, જ્યારે ભાજપને 16 જેટલી સીટ વધુ મળી રહી છે.
More From
-
Iran War Updates: સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી ભારત માટે ગુડ ન્યૂઝ, એકસાથે કેટલા ટેન્કર થશે રવાના? જાણો લેટેસ્ટ અપડેટ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
શાહરૂખ-સલમાનને પછાડી બોક્સ ઓફિસ પર 'ધુરંધર' બન્યો રણવીર સિંહ, ટોપ 5માં સામેલ છે આ ફિલ્મો -
LPG Crisis: શું તમને પણ નથી મળી રહ્યો સિલિન્ડર? સરકારે એલપીજી સંકટને લઈને આપ્યું મોટું અપડેટ -
ઇરાન યુદ્ધના ભણકારા ભારતમાં, પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં 2.09 રૂપિયાનો વધારો -
છેલ્લા 24 કલાકમાં 121 તાલુકામાં કમોસમી વરસાદ, જાણો સૌથી વધુ ક્યાં? -
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના આસિસ્ટન્ટ કમિશનર 1 લાખની લાંચ લેતા ઝડપાયા -
Gujarat Weather: રાજ્યમાં કરા સાથે કમોસમી વરસાદની આગાહી, 80થી વધુ તાલુકામાં નોંધાયો વરસાદ -
ગુજરાતમાં હજુ માવઠાની રાહત નહીં, 22 માર્ચ પછી વધુ એક સિસ્ટમનો ખતરો -
Gold Rate Today: સોનું ફરી થયું સસ્તું, જાણો લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: યુદ્ધ વચ્ચે સોનામાં મોટો ઘટાડો, 7000 રુપિયા સસ્તું, કેમ ઘટી રહ્યા છે ભાવ? જાણો લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: રાજ્યમાં આજે છૂટાછવાયા વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ











Click it and Unblock the Notifications
