For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્લીઃ સફદરગંજ હોસ્પિટલના ICU વૉર્ડમાં લાગી આગ, 50 દર્દીઓને કરવામાં આવ્યા શિફ્ટ

એક મોટા સમાચાર રાજધાનીથી છે જ્યાં સફદરગંજ હોસ્પિટલના ICU વૉર્ડમાં આજે સવારે અચાનક આગ લાગી ગઈ.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ એક મોટા સમાચાર રાજધાનીથી છે જ્યાં સફદરગંજ હોસ્પિટલના ICU વૉર્ડમાં આજે સવારે અચાનક આગ લાગી ગઈ જેના કારણે હોબાળો થઈ ગયો છે. હોસ્પિટલમાં 50 દર્દીઓને બીજા વૉર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. જો કે કોઈ જાનહાનિના સમાચાર નથી અને આગ પર કાબુ પણ મેળવી લેવાયો છે. આગ લાગવાના કારણો વિશે હજુ સુધી જાણી શકાયુ નથી પરંતુ શૉર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

fire

ઉલ્લેખનીય છે કે આ પહેલા શુક્રવારે ગ્રેટર કૈલાશ-1ના ત્રીજા માળે ઈમારતમાં ભીષણ આગ લાગી ગઈ હતી. આ આગ બીજા માળે લાગી હતી પરંતુ જ્યાં સુધી રેસ્ક્યુ ઑપરેશન શરૂ થાય ત્યાં સુધી તે ત્રીજા માળે પહોંચી ગઈ. આના પર ત્રીજા માળે ફસાયેલા લોકો ભાગીને બાલકનીમાં આવી ગયા. ત્યાં લોખંડની ગ્રિલના કારણે તે બીજે ક્યાંય જઈ શકતા નહોતા. આ દરમિયાન બે પોલિસકર્મીઓએ સ્પાઈડરમેન બનીને ત્રણ વ્યક્તિઓના જીવ બચાવ્યા હતા.

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

ગ્રેટર કૈલાશ પોલિસ સ્ટેશનના હેડ કૉન્સ્ટેબલ મુંશીલાલ અને કૉન્સ્ટેબલ સંદીપનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો ત્યારબાદ લોકોએ આ બંનેની ખૂબ પ્રશંસા કરી હતી અને તેમનો રીયલ હીરો કહ્યા હતા. આ ઘટનામાં ઘરમાં રાખેલા સામાનને તો નુકશાન થયુ પરંતુ બધા લોકો સુરક્ષિત બચી ગયા હતા. (જુઓ વીડિયો)

400થી વધુ દુકાનો બળીને ખાખ

શનિવારે મહારાષ્ટ્રના પૂણે જિલ્લાના કેમ્પ વિસ્તારમાં એમજી રોડ સ્થિત ફેશન સ્ટ્રીટ માર્કેટ અચાનક ભીષણ આગ લાગી ગઈ હતી જેમાં 400થી વધુ દુકાનો બળીને ખાખ થઈ ગઈ. પૂણેની ફેશન સ્ટ્રીટ એવુ માર્કેટ છે જ્યાં લગભગ 500થી વધુ દુકાનો છે. આ બધી દુકાનો એકબીજાની નજીક હતી એટલા માટે બધી આગની ચપેટમાં આવી ગઈ. સૂચના મળતા જ ફાયગબ્રિગેડ વિભાગે 11 ગાડીઓ ઘટના સ્થળે મોકલી. ઘણી મહેનત બાદ ફાયર બ્રિગેડના કર્મચારીઓએ આગ પર કાબુ મેળવ્યો.

મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લામાં લૉકડાઉન લગાવવાનો નિર્ણય રદમહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લામાં લૉકડાઉન લગાવવાનો નિર્ણય રદ

English summary
Delhi: Fire broke out in the ICU ward of Safdarjung hospital early morning today. 50 patients shifted to other wards.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X