દિલ્હી ગેંગ રેપ : 3 જાન્યુઆરીએ ભારતમાં બ્લેક ડે જાહેર

છેલ્લા બે સપ્તાહથી સળંગ દિલ્હીમાં આ મુદ્દે વિરોધ પ્રદર્શનો થઇ રહ્યા છે. આ વિરોધને ટાળવા અને ટળે નહીં તો દબાવવા માટે દિલ્હી સરકારે તમામ પ્રકારના પગલાં લીધા છે. હવે પ્રદર્શનકારીઓ જ્યાં સુધી યોગ્ય ન્યાય મળે નહીં ત્યાં સુધી હથિયાર હેઠા નહીં મૂકવાના આક્રમક મિજાજમાં છે. આ વિરોધને આગળ વધારતા હવે આગામી 3 જાન્યુઆરી, 2013ના દિવસને ભારતભરમાં કાળો દિવસ તરીકે મનાવવાની અપીલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આનો મૂળભૂત વિચાર મહિલાઓના મુદ્દાઓને ઉજાગર કરતા ઓનલાઇન મેગેઝિન petticoatjournal.comનો છે. આ અંગે તેના એડિટર શ્રુતિ કોહલીનું કહેવું છે કે 3 જાન્યુઆરીનો દિવસ એટલા માટે નક્કી કરવામાં આવ્યો છે કે એ દિવસે પોલીસ રેપના 6 આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરશે.












Click it and Unblock the Notifications
