For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હી ગેંગ રેપ કેસ : સજા પર ચર્ચા પૂરી, શુક્રવારે સજા સંભળાવાશે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 11 સપ્ટેમ્બર : દિલ્હીમાં 16 ડિસેમ્બર, 2012ના રોજ નિર્ભયા પર સામુહિક બળાત્કારના કેસમાં દોષિતોને શું સજા સંભળાવવી તે અંગે ચર્ચા આજે પૂરી કરવામાં આવી છે. કોર્ટ હવે તેનો નિર્ણય શુક્રવારે સંભળાવશે. આજે દિલ્હીની ફાસ્ટ ટ્રેક કોર્ટમાં દોષિતોની સજા પર ફરિયાદી પક્ષ અને બચાવ પક્ષની દલીલો સાંભળવામાં આવી હતી. તેના આધારે કોર્ટે શુક્રવારે બપોરે 2.30 વાગે દોષિતોને કઇ સજા આપવી તેનો નિર્ણય સંભળાવશે.

સજા અંગેની ચર્ચા અને દલીલો દરમિયાન ફરિયાદી પક્ષે તમામ દોષિતોને ફાંસીની સજા ફરમાવવાની માંગણી કરી હતી. બીજી તરફ બચાવ પક્ષે વિવિધ તર્ક રજૂ કરીને દોષિતો પ્રત્યે નરમ વલણ દાખવવાની અપીલ કરી હતી.

delhi-rapists

દોષિત પવનના વકીલે એવી દલીલ રજૂ કરી કે પવન માત્ર 19 વર્ષનો છે. તેને સુધારી શકાય એમ છે. વકીલે જણાવ્યું કે માત્ર બસમાં હાજર રહેવાથી તેને દરેક ગુના માટે દોષિત ઠેરવી ના શકાય. બચાવ પક્ષે તમામ દોષિતોના ગુનાહને અલગ અલગ રીતે જોવાની માંગણી કરી હતી.

આજે કોર્ટમાં લઇ જતા સમયે ચારો દોષિતોએ મીડિયાકર્મીઓ સમક્ષ બૂમો પાડીને જણાવ્યું હતું કે અમે નિર્દોષ છીએ. બીજી તરફ ગેંગરેપની પીડિતાની માતાએ જણાવ્યું કે દોષિતોને ફાંસી થવી જ જોઇએ કારણ કે તેમાંથી કોઇને પણ પોતાના કર્યા પર પસ્તાવો નથી.

આ પહેલા મંગળવારે કોર્ટે ચારેય દોષિતો મુકેશ કુમાર, પવન ગુપ્તા, વિનય શર્મા અને અક્ષય ઠાકુરને તેમના પર લાગેલી તમામ 13 કલમોમાં દોષિત જાહેર કર્યા હતા. આ સમયે કોર્ટે જણાવ્યું હતું કે આ જઘન્ય અપરાધ સમજી વિચારીને યોજેલું ષડયંત્ર હતું, નહીં કે અચાનક ઘટેલી દુર્ઘટના.

English summary
Delhi gang rape : Punishment to be announced on Friday
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X