For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હી ગેંગરેપઃ ત્રણ આરોપી 14 દિવસ ન્યાયિક હિરાસતમાં

|
Google Oneindia Gujarati News

arrested
નવીદિલ્હી, 23 ડિસેમ્બરઃ દિલ્હીમા ચાલતી બસમાં એક મેડિકલની વિદ્યર્થિની સાથે ગુજારવામાં આવેલા સામુહિક બળાત્કાર કેસમાં પકડાયેલા ત્રણ આરોપીને 14 દિવસ માટે ન્યાયિક હિરાસતમાં મોકલવાનો આદેશ આપવામાં આવ્યો છે. બીજી તરફ ઇન્ડિયા ગેટ પાસે પ્રદર્શકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થઇ રહ્યું હોવાના અહેવાલો છે.

માહિતી અનુસાર પવન, વિનયે કોર્ટમાં પોતાનો ગુન્હો કબુલ્યો છે અને રામસિંહ, પવન તથા વિનયને 14 દિવસ માટે ન્યાયિક હિરાસતમાં મોકલવાનો આદેશ આપવામાં આવ્યો છે. ત્રણેય આરોપી દ્વારા નોંધાવવામાં આવેલા નિવેદનને જજની સામે રજૂ કરવામાં આવશે.

નોંધનીય છે કે, શનિવારે દિવસભર સરકાર તરફથી દિલ્હી વહિવટી તંત્રને પરેશાન કરનાર પ્રદર્શનકારી કડકડતી ઠંડીમાં આખી રાત ઇન્ડિયા ગેટ પર ખુલા આકાશ નીચે બેસી રહ્યાં હતા. આંદોલનકારીઓના ઉગ્ર પ્રદર્શનના કારણે સૌથી તાકવતર મહિલા સોનિયા ગાંધીને રાત્રે 1 વાગે ઘરની બહાર આવવું પડ્યું હતું.

રવિવારે સવારથી જ પ્રદર્શનકારીઓ ન્યાયની માંગ સાથે ઇન્ડિયા ગેટ પર પ્રદર્શન કરી રહ્યાં છે. પ્રદર્શનકારીઓને રોકવા માટે પોલીસ દ્વારા પાણીના ફુવારા અને આસું ગેસના ગોળા છોડવામાં આવી રહ્યાં છે. તેમજ લાઠીચાર્જ પણ કરવામાં આવી રહ્યો છે. જેમાં અનેક પ્રદર્શનકારીઓ ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ મળી રહ્યાં છે. આ બધાની વચ્ચે બાબા રામદેવ પણ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. જે દરમિયાન પોલીસ અને રામદેવના સમર્થકો વચ્ચે પણ સંઘર્ષ થયું હતું. બીજી તરફ ડોક્ટર્સ દ્વારા પીડિતાની સ્થિતિ હજુપણ ગંભીર હોવાનું જણાવવામાં આવ્યું છે. ડોક્ટર્સ સતત પીડિતાના સ્વાસ્થ્ય પર નજર રાખી રહ્યાં છે.

English summary
today court sent three accused of delhi moving bus gangrape on 14 days judicial custody.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X