For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હી ગેંગરેપ પીડિતાએ મેળવ્યું 73 ટકા પરિણામ

|
Google Oneindia Gujarati News

rape
દેહરાદૂન, 24 જાન્યુઆરી: દિલ્હી ગેંગરેપ પીડિતા જો આજે જીવીત હોત તો તે ખુશીથી ઝૂમી ઉઠતી. પોતાની જીંદગી છેલ્લી પરીક્ષામાં પીડિતાએ શાનદાર પરિણામ હાસલ કર્યું છે. દેહરાદૂનના એચએનબી ઇન્સ્ટીટ્યૂટમાં ફિજિયોથેરાપીનો કોર્ષ કરી ચૂકેલી પીડિતાને પોતાની છેલ્લી પરીક્ષામાં 73 ટકા પરિણામ મેળવ્યું છે.

ઇન્સ્ટિટ્યુટના પ્રિન્સિપાલ હરિશ અરોડાએ પોતાની ભાવનાઓ પર કાબૂ મેળવીને રિઝલ્ટની જાણકારી લોકોને આપી. ગેંગરેપ પીડિતાને 1100 ગુણની પરીક્ષામાં 800 ગુણ મેળવ્યા છે. શાનદાર ગુણ હાસિલ કર્યાના સમાચાર જ્યારે તેના પરિવારને આપવામાં આવી તો તેમની આંખો ભરાઇ આવી. માતા-પિતાનું જણાવ્યું કે તેમની પુત્રીએ સરસ પરિણામ મેળવ્યું છે તેનો આનંદ તો છે પરંતુ એ ખુશીને તેઓ માણી નથી શકતા.

ઇન્સ્ટિટ્યુટમાં ચાર વર્ષ સુધી ફિઝિયોથેરાપીનો કોર્ષ કર્યા બાદ પીડિતા ગયા વર્ષે ડિસેમ્બરમાં ઇન્ટર્નશિપ કરવા માટે દિલ્હી આવી હતી. પરંતુ 16 ડિસેમ્બરની રાત્રે ઘટેલી ઘટનાએ તેની જીંદગી બદલી નાખી.

પોતાની કારકિર્દીને લઇને સંપૂર્ણરીતે સમર્પિત પીડિતા ભલે પોતાની સફળતાને જોઇ ના શકી હોઇ, પરંતુ તેની આ સફળતા લોકો માટે શીખ સમાન છે. પીડિતાનું પરિણામ જાહેર કર્યા બાદ ઇન્સ્ટિટ્યૂટે તેમના પરિવારને 1 લાખ 80 હજાર રૂપિયા ઇનામ તરીકે આપવાની જાહેરાત કરી છે. આ ઇનામની રકમ એટલી છે જેટલી પીડિતાએ પોતાના ચાર વર્ષના અભ્યાસ દરમિયાન સંસ્થાને ફીસ રૂપે આપી હતી. કોલેજ સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે જો પીડિતાનો પરિવાર આ ઇનામી રકમ નહી સ્વીકારે તો તેઓ આ રકમ કોઇ ગરીબ વિદ્યાર્થિનીના પરિવારને સોંપી દેશે.

English summary
Delhi Gang rape victim scored 73 percent marks in her last examination of Physiotherapy.Institute declared 1 lake 80 thousand rupees as a reward to her family.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X