For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્લીમાં મજૂરો માટે કેજરીવાલ સરકારે કર્યુ ફ્રી બસ સેવાનુ એલાન, 10 લાખ મજૂરોને મળશે લાભ

કેજરીવાલ સરકારે લેબર(મજૂર) ક્લાસના લોકો માટે એક મોટુ એલાન કર્યુ છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ કેજરીવાલ સરકારે લેબર(મજૂર) ક્લાસના લોકો માટે એક મોટુ એલાન કર્યુ છે. દિલ્લીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ ઘોષણા કરી છે કે દિલ્લીમાં હવે નિર્માણ કાર્ય સાથે જોડાયેલા મજૂરોએ બસમાં મુસાફરી કરવા માટે કોઈ ભાડુ નહિ આપવુ પડે. એટલે કે દિલ્લી સરકારે મજૂર વર્ગ માટે ડીટીસી અને ક્લસ્ટર બસોને ફ્રી કરી દીધી છે.

delhi bus

મજૂરોને હવે થશે કંઈક બચતઃ સિસોદિયા

મનીષ સિસોદિયાએ આ ઘોષણા કરીને કહ્યુ છે કે રાજધાનીમાં નિર્માણ કાર્ય સાથે જોડાયેલા મજૂરોને ક્યાંકને ક્યાંક બસોમાં મુસાફરી કરવા દરમિયાન 1000 રૂપિયાથી લઈને 3000 રૂપિયા સુધી પ્રતિ મહિને ખર્ચ કરવો પડે છે પરંતુ હવે આ પૈસા તેમના ખિસ્સામાં રહેશે અને તેમને દિલ્લીની બસોમાં મુસાફરી કરવા માટે કોઈ ભાડુ આપવુ પડશે નહિ.

સરકાર પૂરો પાડશે ફ્રી બસ પાસ

મનીષ સિસોદિયાએ જણાવ્યુ કે અમારા આ નિર્ણય બાદ દિલ્લીના લગભગ 10 લાખ મજૂરોને આનો ફાયદો મળશે. સરકારની આ ઘોષણા બાદ સહુ કોઈને મનમાં એ સવાલ જરુર આવી રહ્યો હશે કે છેવટે આ નિર્ણયને લાગુ કેવી રીતે કરી શકાય. સિસોદિયાએ જણાવ્યુ છે કે દિલ્લી સરકાર આના માટે મજૂરોને મફતમાં બસ પાસ આપશે જે તેમની ફ્રી મુસાફરી માટે માન્ય હશે.

તમને જણાવી દઈએ કે દિલ્લીમાં લેબર ક્લાસ પહેલા કેજરીવાલ સરકારે મહિલાઓ માટે પણ ડીટીસી અને ક્લસ્ટર બસોમાં મુસાફરી ફ્રી કરેલી છે. દિલ્લી સરકારે ઓક્ટોબર 2019માં મહિલાઓ માટે ફ્રી મુસાફરીનુ એલાન કર્યુ હતુ.

English summary
Delhi govt announced bus travel free for labourer class
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X