For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તેંડુલકરના રાજ્યસભાના નામાંકનને પડકારતી યાચિકા ખારિજ

By Super
|
Google Oneindia Gujarati News

sachin
નવીદિલ્હી, 19 ડિસેમ્બરઃ દિલ્હી હાઇકોર્ટે ક્રિકેટ ખેલાડી સચિન તેંડુલકરના રાજ્યસભાના નામાંકનને પડકાર આપતી યાચિકા ખારિજ કરી દીધી છે.

મુખ્ય ન્યાયધીશ ન્યાયમૂર્તિ ડી, મુરગેસન અને ન્યાયમૂર્તિ રાજીવ એન્ડલાની ખંડપીઠે દિલ્હીના એક પૂર્વ વિધાયક રામગોપાલ સિંહ સિસોદિયાની યાચિકા ખારીજ કરી દીધી છે. યાચિકામાં કહેવામાં આવ્યું હતુ કે તેંડુકર પાસે વિશેષ જ્ઞાન અને વ્યવહારિક અનુભવ નથી, જ્યારે સંવિધાનના 80માં અનુચ્છેદ અનુસાર આ પ્રકારના નામાંકનમાં એ હોવું જરૂરી છે.

આમ તો કેન્દ્ર સરકારે કોર્ટને જણાવ્યું હતું કે તેંડુલકરનું રાજ્યસભા માટે નામાંકન સંવૈધાનિક પ્રાવધાનો અનુસાર થયું છે.

સરકારના હલફનામા અનુસાર, માત્ર ચાર શ્રેણી(સાહિત્ય, વિજ્ઞાન, કળા અને સામાજિક સેવા)માં જ વિશેષ જ્ઞાન અને વ્યવહારિક અનુભવનું હોવું જરૂરી નથી, તેમાં ખેલ, શિક્ષા, કાયદો, ઇતિહાસ, શિક્ષા, ઉપલ્બધિઓ, અર્થશાસ્ત્ર, પત્રકારિતા, સંસદીય પ્રક્રિયાઓ, લોક પ્રશાસન, કૃષિ, ખેલ(કુશ્તી) કે માનવ ઉદ્યમના એવા જ અન્ય ક્ષેત્રોને સામેલ કરવામાં આવ્યા છે.

સરકારે 26 એપ્રિલે તેંડુલકરને અભિનેત્રી રેખા અને ઉદ્યોગપતિ અનુ આગા સાથે રાજ્યસભા માટે નામાંકિત કર્યો હતો.

English summary
The Delhi High Court on Wednesday dismissed a PIL challenging cricketer Sachin Tendulkar's nomination to the Rajya Sabha.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X