
દસ્તારબંધી સમારંભ: બુખારીને દિલ્હી હાઇકોર્ટે આપી મોટી રાહત
નવી દિલ્હી, 21 નવેમ્બર: જામા મસ્જિદના શાહી ઇમામ બુખારી તરફથી પોતાના પુત્રને ઉત્તરાધિકારી બનાવવા પર ચાલી રહેલા વિવાદને હાઇકોર્ટે એક નવો વળાંક આપતા બુખારીને રાહત આપી છે. આ સમયના સૌથી મોટા સમાચાર છે કે હાઇ કોર્ટે રાહત આપતા જણાવ્યું કે પુત્રની દસ્તારબંધી(પાઘડી પહેરાવવાનો કાર્યક્રમ) એક ખાનગી કાર્યક્રમ છે. તેનાથી સ્પષ્ટ થઇ ગયું છે કે હવે ઇમામ બુખારીનો દિકરો જ ઇમામ હોઇ શકે છે.
કોઇ કાનૂની માન્યતા નથી
હાઇકોર્ટે આ નિર્ણયથી સંકેત મળ્યા છે કે બુખારી પોતાના કાર્યક્રમમાં પોતાના પુત્રને ઇમામ બનાવે છે તેમાં કોઇ લીગલ માન્યતા નથી. જ્યારે હાઇકોર્ટે જણાવ્યું કે જો દસ્તારબંધી છે તે એક પ્રાઇવેટ કાર્યક્રમ હેઠળ આવશે. માટે આ કાર્યક્રમને રોકવું યોગ્ય નથી.
સરકારે વિરોધ નોંધાવ્યો હતો
દિલ્હી વક્ફ બોર્ડે જણાવ્યું કે જો તે ખોટું હતું તો આટલા અરસા સુધી શા માટે એક્શન લેવામાં નથી આવ્યું. નોંધનીય છે કે વક્ફ બોર્ડ અને કેન્દ્ર સરકારે દસ્તારબંધીને અયોગ્ય ગણાવ્યું હતું. ત્યાર બાદ એ ક્યાસ લગાવવામાં આવી રહ્યા હતા કે બુખારીની વિરુદ્ધ ફેસલો આવી શકે છે. પરંતુ આ વિચારની વિરુદ્ધ નિર્ણય આવવાથી કેન્દ્ર સરકાર અને વક્ફ બોર્ડ ઉપરાંત વિરોધી જૂથોને હતાશા હાથ લાગી છે.