For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સમલૈંગિંક લગ્નને માન્યતા આપતી અરજી પર કોર્ટે કેન્દ્ર અને દિલ્લી સરકાર પાસે માંગ્યો જવાબ

સમલૈંગિંક લગ્નને માન્યતા આપવા અંગેની અરજી પર સુનાવણી કરીને દિલ્લી હાઈકોર્ટે કેન્દ્ર સરકાર અને દિલ્લી સરકાર પાસે જવાબ માંગ્યો છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ સમલૈંગિંક લગ્નને માન્યતા આપવા અંગેની અરજી પર સુનાવણી કરીને દિલ્લી હાઈકોર્ટે કેન્દ્ર સરકાર અને દિલ્લી સરકાર પાસે જવાબ માંગ્યો છે. વાસ્તવમાં બે સમલૈંગિંક કપલ્સે કોર્ટમાં પોતાના લગ્નને માન્યતા આપવા માટે અરજી કરી છે. તેમનુ કહેવુ છે કે ઔપચારિક રીતે તેમના લગ્નને ન સ્વીકારવા ભારતના કાયદા હેઠળ બંધારણીય અધિકારોનુ હનન છે. જસ્ટીસ રાજીવ સહાય અને જસ્ટીસ આશા મેનને આ બાબતે કેન્દ્ર અને દિલ્લી સરકારને નોટિસ જારી કરીને જવાબ માંગ્યો છે. આ કેસની આગામી સુનાવણી 8 જાન્યુઆરી 2021એ થશે.

gay

તમને જણાવી દઈએ કે કોર્ટમાં પહેલી અરજી માનસિક આરોગ્ય વિશેષજ્ઞ કવિતા અરોરા, અંકિતા ખન્ના તરફથી દાખલ કરવામાં આવી હતી. બંનેનુ કહેવુ હતુ કે તે છેલ્લા આઠ વર્ષોથી લિવ ઈન રિલેશનમાં રહે છે અને બંને એકબીજાને પ્રેમ કરે છે પરંતુ બંને લગ્ન કરી શકતા નથી કારણકે તે સમાન લિંગના છે. બીજી અરજી વૈભવ જૈન અને પરાગ મહેતા તરફથી દાખલ કરવામાં આવી છે.

વૈભવ ભારતના રહેવાસી છે જ્યારે પરાગ અમેરિકામાં રહે છે. બંનેએ અમેરિકામાં 2017માં લગ્ન કરી લીધા હતા. પરંતુ ભારતીય દૂતાવાસે આ લગ્નને રજિસ્ટર કરવાનો ઈનકાર કરી દીધો હતો. વૈભવ તેમજ પરાગ 2012થી સાથે રહે છે અને તેમના પરિવાર તેમજ દોસ્તોનો સાથ મળ્યો છે. બંનેનુ કહેવુ છે કે કોરોના મહામારી દરમિયાન તેમને એક પરિણીત દંપત્તિની જેમ ભારતની યાત્રા કરવામાં દેવામાં ન આવી.

ફરીથી કેમ વાયરલ થયો અનૂપ જલોટા-જસલીન મથારુનો ફોટો?ફરીથી કેમ વાયરલ થયો અનૂપ જલોટા-જસલીન મથારુનો ફોટો?

English summary
Delhi high court seeks response from centre and delhi gov on homosexual marriage.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X