'મફત ઘોષણાઓ' પર હાઇ કોર્ટે કેન્દ્ર અને ચૂંટણી પંચને મોકલી નોટિસ

Written By:
Subscribe to Oneindia News

ઉત્તર પ્રદેશ સહિત દેશના પાંચ રાજ્યોમાં ચૂંટણી યોજાવા જઇ રહી છે, એવામાં તમામ રાજકારણીય પક્ષો મતદારોને લલચાવવા માટે મફત ઉપહારના વાયદાઓ કરી રહ્યાં છે, જેની વિરુદ્ધ દિલ્હી હાઇ કોર્ટે કડક પગલું લેતાં ચૂંટણી પંચ તથા કેન્દ્ર સરકારને નોટિસ મોકલી છે. હાઇ કોર્ટે રાજકારણીય પક્ષો દ્વારા વહેંચવામાં આવતી મફત વસ્તુઓને રોકવા માટે દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરતાં કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચ ને નોટિસ મોકલી છે.

delhi high court

ઉલ્લેખનીય છે કે, દેશના પાંચ રાજ્યો પંજાબ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, ગોવા અને મણિપુરમાં ચૂંટણી યોજાનાર છે. તમામ રાજકારણીય પક્ષો આ ચૂંટણીમાં જીત મેળવવા માટે મતદારોને અનેક પ્રકારના વાયદાઓ કરી રહ્યાં છે, કોઇ મફત કુકર આપવાનો વાયદો કરી રહ્યું છે, કોઇ મફત લેપટોપની સાથે મફત ઇન્ટરનેટ સેવાનો વાયદો કરી રહ્યું છે. આ તમામ વાયદાઓ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરતાં હાઇ કોર્ટે ચૂંટણી પંચ અને કેન્દ્ર સરકારને નોટિસ મોકલી છે.

અહીં વાંચો - ગોવા વિધાનસભા ચૂંટણીઃ અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ FIR નોંધવાનો ચૂંટણી પંચનો આદેશ

English summary
Delhi high court send notice to EC on freebies offered by political parties. HC send notice to central government too.
Please Wait while comments are loading...