For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દાતી મહારાજ પર રેપ કેસ નોંધાયો, હાઇકોર્ટે કેસ CBI ને સોંપ્યો

શનિધામ સંસ્થાપક દાતી મહારાજ વિરુદ્ધ રેપ મામલે દિલ્હી હાઇકોર્ટે બુધવારે એક મોટો નિર્ણય આપ્યો છે.

|
Google Oneindia Gujarati News

શનિધામ સંસ્થાપક દાતી મહારાજ વિરુદ્ધ રેપ મામલે દિલ્હી હાઇકોર્ટે બુધવારે એક મોટો નિર્ણય આપ્યો છે. કોર્ટે આ મામલે દિલ્હી પોલીસ ક્રાઇમ બ્રાન્ચ પાસેથી ખેંચીને સીબીઆઈને સોંપ્યો છે. એટલું જ નહીં પરંતુ કોર્ટે દાતી મહારાજ વિરુદ્ધ રેપ કેસ પણ નોંધી લીધો છે. આપને જણાવી દઈએ કે 1 ઓક્ટોબરે દાતી મહારાજ રેપ કેસમાં દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચે સાકેત કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી, જેમાં દાતી અને તેના ત્રણ સાવકા ભાઈઓના નામ કોલમ નંબર 11 માં આરોપી તરીકે છે. પરંતુ ક્રાઇમ બ્રાન્ચને દાતી મહારાજની ધરપકડ કરવા માટે જરૂરી પુરાવા મળ્યા ના હતા.

આ પણ વાંચો: પીડિતાની દર્દનાક આપવીતીઃ દાતી મહારાજે કહ્યું- હું પ્રભુ છું, તારી વાસના ખતમ કરી દઈશ અને...

કેસની આગળની સુનાવણી 30 ઓક્ટોબરે થશે

કેસની આગળની સુનાવણી 30 ઓક્ટોબરે થશે

બુધવારે સુનાવણી કરતા કોર્ટે આખો કેસ દિલ્હી પોલીસ ક્રાઇમ બ્રાન્ચ પાસેથી ખેંચીને સીબીઆઈને સોંપ્યો. તેની સાથે સાથે કોર્ટ ઘ્વારા દાતી મહારાજ પર રેપ કેસ નોંધવા માટે પણ જણાવ્યું છે. હાઇકોર્ટ આ મામલે આગળની સુનાવણી 30 ઓક્ટોબરે કરશે.

ક્રાઇમ બ્રાન્ચ પુરાવા ભેગા કરવામાં નિષ્ફળ રહી

ક્રાઇમ બ્રાન્ચ પુરાવા ભેગા કરવામાં નિષ્ફળ રહી

આપને જણાવી દઈએ કે આ મામલે તપાસ કરી રહેલી દિલ્હી પોલીસ ક્રાઇમ બ્રાન્ચે પોતાની ચાર્જશીટમાં જણાવ્યું કે પીડિતા ઘ્વારા પાલી આશ્રમમાં જે ત્રણ તારીખોમાં તેની સાથે રેપ થયાની બાબત જણાવી છે તેમાંથી એક તારીખમાં પીડિતા પાલીમાં હાજર હતી જ નહીં. યુવતી તે સમયે અજમેરમાં કોલેજમાં હાજર હતી, જેના પુરાવા કોલેજમાં પીડિતાની હાજરીથી મળ્યા.

દાતી મહારાજે કહ્યુ હતુ - ‘હું રેપ નથી કરી શકતો, હું નપુંસક છું'

દાતી મહારાજે કહ્યુ હતુ - ‘હું રેપ નથી કરી શકતો, હું નપુંસક છું'

દાતી મહારાજની 20 જૂન મંગળવારે લગભગ 4 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી. આ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચના દાતી મહારાજને 200 સવાલ પૂછવામાં આવ્યા હતા. આ સવાલોમાંથી એક સવાલોના જવાબ આપતા દાતી મહારાજે કહ્યુ હતુ કે તે રેપ નથી કરી શકતા કારણકે તે નપુંસક છે. 20 જૂને પૂછપરછ દરમિયાન દાતી મહારાજે ક્રાઈમ બ્રાન્ચને ઘણા સવાલોના જવાબો આપ્યા અને કેટલાક સવાલોના જવાબ ના આપ્યા. ઘણા સવાલોના જવાબ પર ક્રાઈમ બ્રાન્ચ દાતી મહારાજથી સંતુષ્ટ નથી. જેના કારણે દાતી મહારાજને શુક્રવારે ફરીથી બોલાવવામાં આવ્યા હતા.

રેપવાળી રાતે દાતી મહારાજ પૂજા પાઠ હવન યજ્ઞમાં વ્યસ્ત હતા

રેપવાળી રાતે દાતી મહારાજ પૂજા પાઠ હવન યજ્ઞમાં વ્યસ્ત હતા

ક્રાઈમ બ્રાન્ચ સૂત્રોના હવાલાથી મળતા સમાચાર મુજબ દાતી મહારાજ રેપ કેસ મામલે એક મહત્વનો ખુલાસો થયો છે. અત્યાર સુધીની તપાસમાં સામે આવ્યુ છે કે પીડિતાએ દિલ્હીના શનિધામ આશ્રમમાં રેપ કેસનો જે તારીખ 9 જાન્યુઆરી 2016 નો ઉલ્લેખ કર્યો છે, તે દિવસે આખી રાત દાતી મહારાજ પૂજા પાઠ હવન યજ્ઞમાં વ્યસ્ત હતા. ક્રાઈમ બ્રાન્ચને તેના કેટલાક પુરાવા પણ મળ્યા છે. કેટલાક ઈલેક્ટ્રોનિક પુરાવા પણ આમાં શામેલ છે જેની ફોરેન્સિક તપાસ કરાવીને તેની સત્યતા ચકાસવામાં આવશે.

દાતી મહારાજના પિતા ઢોલ વગાડીને ગુજરાન ચલાવતા હતા

દાતી મહારાજના પિતા ઢોલ વગાડીને ગુજરાન ચલાવતા હતા

રાજસ્થાનના પાલી જિલ્લાના અલાવાસ ગામમાં 1950 માં દાતીનો જન્મ થયો. દાતીનું નામ મદન રાખવામાં આવ્યું. મદનના પિતા ઢોલ વગાડીને ગુજરાન ચલાવતા હતા. મદનના જયારે સાત વર્ષના થયા ત્યારે જ તેના માતા પિતાની મૃત્યુ થઇ ગયી. તેવામાં ખોરાક અને કામની શોધમાં મદન કોઈની સાથે દિલ્હી આવી ગયો. દિલ્હી આવીને તેને મજૂરી શરૂ કરી.

ચાની દુકાન પર કામ કર્યું

ચાની દુકાન પર કામ કર્યું

શરૂઆતમાં મદને દિલ્હી આવીને ચાની દુકાન પર મજૂરી કરી. તે દરમિયાન તેને કેટરિંગ કામ શીખ્યું અને નાની નાની પાર્ટીઓમાં તે કેટરિંગ કામ કરવા લાગ્યો. મદનના જીવનમાં બદલાવ ત્યારે આવ્યો જયારે 1996 દરમિયાન તેની મુલાકાત એક જ્યોતિષ સાથે થયી અને તેને જન્મપત્રી જોવાનું શીખી લીધું. ત્યારપછી તેને બીજું બધું કામ બંધ કરીને કૈલાશ કોલોનીમાં જ્યોતિષ કેન્દ્ર ખોલી નાખ્યું. અહીં તેને પોતાનું નામ મદન થી દાતી મહારાજ રાખી લીધું.

English summary
Delhi High Court transfers Daati Maharaj Rape case from crime branch to CBI
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X