For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પોલીસ-વકીલ વચ્ચે મારામારીઃ કોર્ટની બહાર વકીલે આપઘાતની કોશિશ કરી

પોલીસ-વકીલ વચ્ચે મારામારીઃ કોર્ટની બહાર વકીલે આપઘાતની કોશિશ કરી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં વકીલો અને પોલીસ વચ્ચેની બબાલનો મામલો શાંત થતો જણાઈ રહ્યો છે. મંગળવારે દિલ્હી પોલીસના ધરણા બાદ બુધવારે વકીલોએ જબરદસ્ત વિરોધ પ્રદર્શન કર્યું. કાનૂનના બે ચોકીદાર જ આમને-સામને આવી જતાં દિલ્હીની શાંતિ ભંગ થઈ છે. 2 નવેમ્બરે તીસ હજારી કોર્મટાં થયેલ હિંસક બબાલ બાદ દિલ્હી પોલીસ કમિશ્નર વિરુદ્ધ વકીલોનું વિરોધ પ્રદર્શન ચાલુ છે. મામલો ત્યાં સુધી વધી ગયો છે કે રોહિણી કોર્ટની બહાર પ્રદર્શન કરી રહેલ એક વકીલે અગ્નીસ્નાન કરવાની કોશિશ કરી.

દિલ્હી પોલીસના ધરણાથી વકીલો નારાજ

દિલ્હી પોલીસના ધરણાથી વકીલો નારાજ

દિલ્હીની એકેય કોર્ટમાં છેલ્લા ત્રણ દિવસથી કંઈ કામ નથી થયું, નાગરિકો પરેશાન છે. મંગળવારે દિલ્હી પોલીસના જવાનોએ પોલીસ હેડક્વાર્ટર પર પ્રદર્શન કર્યું જેને લઈ સુપ્રીમ કોર્ટને વકીલોએ દિલ્હી પોલીસના કમિશ્નર અમૂલ્ય પટનાયકને નોટિસ પાછવી છે. વકીલોએ આરોપ લગાવ્યો છે કે દિલ્હી પોલીસના કેટલાય અધિકારીઓએ ધરણા દરમિયાન વકીલો વિરુદ્ધ વાંધાજનક નિવેદનો આપ્યાં છે. પોલીસના ધરણા બાદ વકીલોનું પ્રદર્શન વધ ઉગ્ર બન્યું, બુધવારે દિલ્હીની તમામ અદાલતોાં વકીલોએ વિરોધ પ્રદર્શન કર્યું.

વકીલની આત્મહત્યાની કોશિશ

વકીલની આત્મહત્યાની કોશિશ

તીસ હઝારી કોર્મટાં બબાલ બાદ વકીલોનું વિરોધ પ્રદર્શન હજુ સુધી શાંત નથી પડ્યું, બુધવારે દિલ્હીની લગભગ તમામ કોરટમાં વકીલોએ દિલ્હી પોલીસ સામે વિરોધ પ્રદર્શન કર્યું. રોહિણી કોર્ટની બહાર પ્રદર્શન કરી રહેલ એક વકીલો ખુદ પર પેટ્રોલ છાંટી અગ્નીસ્નાન કરવાની કોશિશ કરી છે. આત્મ હત્યાની કોશિશ કરનાર વકીલ આશીષ ચૌધરીએ કહ્યું કે તે પોતાના આત્મસંમાન માટે આ પગલું ઉઠાવી રહ્યો છે.

બાર કાઉન્સીલ હડતાળ ખતમ કરે- બીસીઆઈ

બાર કાઉન્સીલ હડતાળ ખતમ કરે- બીસીઆઈ

ભારતીય બાર પરિષદે વિવિધ બાર એકમોને પત્ર લખી હડતાળ ખતમ કરવા કહ્યું છે.બીસીઆઈના ચેરમેન મનન કુમાર મિશ્રએ કહ્યું કે આવા પ્રકારના વિરોધ પ્રદર્શન અને હડતાળથી વકીલોની છબી ખરાબ થઈ રહી છે. તેમણે કહ્યું કે, સુપ્રીમ કોર્ટ આ મામલે હસ્તક્ષેપ કરી શકે છે. પત્રકારો, સામાન્ય નાગરિકો અને ઑટો ચાલકો સાથેના દુર્વ્યવહારને બાર કાઉન્સિલ ઑફ ઈન્ડિયા બરદાસ્ત નહિ કરે, આ વિરોધ પ્રદર્શનથી બીસીઆઈ સહમત નથી અને હડતાળ તરત ખતમ કરવામાં આવે.

Suzuki Motor: મારુતિના વેચાણમાં 20 ટકાના ઘટાડાનું અનુમાનSuzuki Motor: મારુતિના વેચાણમાં 20 ટકાના ઘટાડાનું અનુમાન

English summary
Delhi: lawyer tried to burn him self alive
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X