For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Delhi Lockdown: દિલ્લીના મિની લૉકડાઉનમાં શું ખુલ્લુ રહેશે, શું બંધ?

આવો જાણીએ દિલ્લીના મિની લૉકડાઉનમાં 6 દિવસમાં શું ખુલ્લુ રહેશે અને શું બંધ રહેશે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ કોરોનાની ભયાનક સ્થિતિને જોતા દિલ્લી સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. સીએમ કેજરીવાલે સોમવારે એલાન કર્યુ છે કે આજે રાતે 10 વાગ્યાથી 26 એપ્રિલની સવારે 5 વાગ્યા સુધી રાજધાનીમાં લૉકડાઉન રહેશે. આ 6 દિવસનુ મિની લૉકડાઉન છે કે જે કોરોનાની ચેઈન તોડવા માટે લગાવવામાં આવ્યુ છે. દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પ્રેસ કૉન્ફરન્સ કરીને આ અંગે માહિતી આપી છે.

delhi

આવો જાણીએ 6 દિવસમાં દિલ્લીમાં શું ખુલ્લુ રહેશે અને શું બંધ

- બધા ખાનગી કાર્યાલયો વર્ક ફ્રોમ કામ કરશે.
- સરકારી કાર્યાલયો અને જરૂરી તેમજ ઈમરજન્સી સેવાઓ ખુલ્લી રહેશે અને તેના પર છૂટ આપવામાં આવશે.
- હોસ્પિટલો, સરકારી કર્મચારી, પોલિસ, જિલ્લાધિકારી, વીજળી, પાણી, સફાઈ કર્મચારીઓને છૂટ.
- મેડિકલ ઈમરજન્સી સેવાઓ પર પણ છૂટ રહેશે.
- હોટલ-રેસ્ટોરાં બંધ.
- મૉલ, જિમ, સ્પા, ઑડિટોરિયમ, અસેંબ્લી હૉલ, એન્ટરટેઈનમેન્ટ પાર્ક બંધ.
- હોમ ડિલિવરી કે ટેક અવેને મંજૂરી.
- બિમાર દર્દીઓ અને વેક્સીન લગાવનારને છૂટ.
- પ્રવાસી મજૂરોને કોઈ મુશ્કેલી ન થાય તેની પણ ધ્યાન રાખવામાં આવ્યુ છે.
- રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, એરપોર્ટ જતા લોકોને છૂટ મળશે.
- સાપ્તાહિક બજાર ઝોન મુજબ ખુલ્લા રહેશે.
- કરોલ બાગ, ચાંદની ચોક, લાજપત નગર અને સદર બજાર બંધ.

ડરાવી રહ્યા છે કોરોનાના આંકડા

સોમવારે આરોગ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલ આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 2,73,810 નવા કેસ સામે આવ્યા છે. નવા કેસો બાદ દેશમાં સંક્રમિતોની કુલ સંખ્યા 1,50,61,919 થઈ ગઈ છે. વળી, 24 કલાકની અંદર કોરોના 1619 લોકોએ દમ તોડી દીધો છે ત્યારબાદ મોતનો કુલ આંકડો 1,78,769 સુધી પહોંચી ગયો છે. ભારતમાં સક્રિય કેસ અત્યારે 19,29,329 છે અને 1,29,53,821 લોકો રિકવર થઈને હોસ્પિટલથી ઘરે જઈ ચૂક્યા છે. વળી, દેશમાં અત્યાર સુધી 12,26,22,590 લોકોને કોરોનાની રસી મૂકવામાં આવી ચૂકી છે.

દિલ્લીમાં આજે રાતે 10થી 26 એપ્રિલ સવારે 5 સુધી લૉકડાઉનદિલ્લીમાં આજે રાતે 10થી 26 એપ્રિલ સવારે 5 સુધી લૉકડાઉન

English summary
Delhi Lockdown: what will be open and what will be close in 6 days lockdown in Delhi, see list.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X