2008ની ચૂંટણીમાં લૂંટાવેલ 11 કરોડ જમા કરાવે શીલા: લોકાયુક્ત

મુખ્યમંત્રી શીલા દીક્ષિતે બાદમાં એ વાત માની પણ હતી. 2009માં લોકાયુક્તની સામે મુખ્યમંત્રી તરફથી દાખલ કરવામાં આવેલ સોગંધનામામાં કહેવાયું હતું કે સરકારનો અધિકાર છે કે તે પોતાની મરજીથી જાહેરાતો પર કેટલોય ખર્ચો કરે. આ મામલામાં તેમની કોઇ પૂછપરછ કરી શકાય નહી. શીલા દીક્ષિત તરફથી આ જવાબ લોકાયુક્તની સામે દાખલ બીજેપી નેતા વિજેન્દ્ર ગુપ્તાની અરજી મામલે આપ્યો હતો.
વિજેન્દ્ર ગુપ્તાએ લોકાયુક્ત સમક્ષ અરજી દાખલ કરતા શીલા પર સરકારી ધનની જાહેરાત અભિયાનમાં દુરુપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો. લોકાયુક્ત 9 ઓક્ટોબર 2009ના રોજ નોટિસ જારી કરી ચૂક્યું છે.
દિલ્હી સરકાર હોર્ડિંગ્સ પર વાર્ષિક 15 લાખ રૂપિયા ખર્ચ કરે છે, પરંતુ 2008માં ચૂંટણી વર્ષ હોવાથી સરકારે સો ઘણું ખર્ચ કર્યું હતું. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓની ફોટો છપાયેલ આ હોર્ડિંગ્સ પર 15 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. આ રીતે દિલ્હી સરકાર કૂલ ચાર કરોડ રૂપિયા જાહેરાતો પર ખર્ચ કરતી હતી, પરંતુ ચૂંટણીમાં આ રકમ 22 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઇ છે. હવે શીલા દીક્ષિત આ મામલે ફસાઇ ગયા છે.












Click it and Unblock the Notifications
