
Delhi MCD Election Results: દિલ્લી નગર નિગમ ચૂંટણીના પરિણામો લાઈવ ઑનલાઈન ક્યાં અને કેવી રીતે જોશો?
Delhi MCD Election Results: દિલ્લી નગર નિગમ ચૂંટણી માટે મતગણતરી સવારે 8 વાગ્યાથી શરુ થઈ ગઈ છે. બપોર સુધીમાં પરિણામો આવી જશે. શરુઆતના રુઝાનોમાં આપ આગળ ચાલી રહ્યુ છે. જો તમે પણ દિલ્લી નગર નિગમ ચૂંટણીના લાઈવ પરિણામો જોવા માંગતા હોય તો તમે રાજ્ય ચૂંટણી પંચ(એસઈસી)ની અધિકૃત વેબસાઈટ https://sec.delhi.gov.in/ પર જઈને જોઈ શકો છો. વળી, રાજ્ય ચૂંટણી પંચની મોબાઈલ ફોન એપ પર પણ અપડેટ મેળવી શકાય છે.
તમને જણાવી દઈએ કે 250 એમસીડી વૉર્ડ માટે 4 ડિસેમ્બરે મતદાન થયુ હતુ. દિલ્લી નાગરિક ચૂંટણી માટે કુલ 1,349 ઉમેદવારો મેદાનમાં હતા. જેમાં 709 મહિલાઓનો સમાવેશ થાય છે. ભાજપ અને AAPએ તમામ 250 વોર્ડમાં પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા હતા. જ્યારે કોંગ્રેસે માત્ર 247 વોર્ડમાં પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે. 250 વોર્ડમાંથી 42 બેઠકો SC ઉમેદવારો માટે, 21 બેઠકો SC મહિલા ઉમેદવારો માટે અને 104 બેઠકો મહિલા ઉમેદવારો માટે અનામત છે.
પરિણામ પહેલા આવેલા એક્ઝીટ પોલ મુજબ આ વખતે કેજરીવાલની આમ આદમી પાર્ટી દિલ્લી નગર નિગમની ચૂંટણી જીતી રહી છે. ઈન્ડિયા ટુડે-એક્સિસ માય ઈન્ડિયા એક્ઝિટ પોલમાં 250 બેઠકોમાંથી આપ માટે 149-171 બેઠકોની આગાહી કરવામાં આવી છે. ભાજપને માત્ર 69-91 બેઠકો આપવામાં આવી છે. કોંગ્રેસ 10થી ઓછી બેઠકો પર આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. વળી, ટાઇમ્સ નાઉ-ઇટીજી અને ટીવી9-ગુજરાતીએ AAPને 140-156, ભાજપને 84-96 અને કોંગ્રેસને 6-10 બેઠકો આપી છે.
ન્યૂઝ એક્સ જન કી બાતે AAPને 159-175, ભાજપને 70-92 અને કોંગ્રેસને 4-7 બેઠકો આપી છે. ટાઈમ્સ નાઉ નવભારત એક્ઝિટ પોલમાં AAPને 146-156 સીટો, બીજેપીને 84-94 સીટો અને કોંગ્રેસને 6-10 સીટો મળી છે. તમને જણાવી દઈએ કે 2017માં ભાજપે 270 વોર્ડમાંથી 181 વોર્ડ જીત્યા હતા. AAPને 48 અને કોંગ્રેસને 27 બેઠકો મળી હતી.