For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Delhi MCD Mayor Election: દિલ્લી મ્યુનિસિપલ કૉર્પોરેશનના મેયરની આજે ચૂંટણી, 11 વાગ્યાથી શપથ ગ્રહણ

દિલ્લી મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણી આજે ફરીથી થવા જઈ રહી છે. સવારે 11 વાગ્યાથી તમામ નવા કૉર્પોરેટરો શપથ લેશે.

|
Google Oneindia Gujarati News

Delhi MCD Mayor Election: દિલ્લી નગર નિગમમાં આજે ફરીથી મેયરની ચૂંટણી થવા જઈ રહી છે. 11 વાગે તમામ નવા કૉર્પોરેટરો શપથ લેશે. ત્યારબાદ મેયરની ચૂંટણી યોજાશે. આ અગાઉ દિલ્લી મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં મેયરની ચૂંટણીની તારીખ 6 જાન્યુઆરી નક્કી કરવામાં આવી હતી પરંતુ ગૃહની બેઠકમાં આપ અને ભાજપના કૉર્પોરેટરો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઝપાઝપી થઈ હતી. ખુરશીઓ અને માઈક ઉછાળવામાં આવ્યા હતા. જેના કારણે મેયરની ચૂંટણી વિના જ બેઠક પૂર્ણ થઈ હતી.

delhi

આજે યોજાનારી એમસીડીની બેઠક પહેલા જાહેર કરાયેલા એજન્ડામાં જણાવાયુ છે કે પહેલા ચૂંટાયેલા સભ્યોને શપથ ગ્રહણ કરવામાં આવશે. મેયર પદ માટે આમ આદમી પાર્ટીના શેલી ઓબેરોય અને આશુ ઠાકુર ચૂંટણી લડી રહ્યા છે, જ્યારે ભાજપ તરફથી રેખા ગુપ્તા મેયર પદની રેસમાં છે. તમને જણાવી દઈએ કે આ વખતે દિલ્લી એમસીડીને મહિલા મેયર મળશે. ડેપ્યુટી મેયર પદની વાત કરીએ તો આ રેસમાં આમ આદમી પાર્ટીના મોહમ્મદ ઈકબાલ અને ભાજપના જલજ કુમાર વચ્ચે જંગ છે.

મેયર અને ડેપ્યુટી મેયર ઉપરાંત એમસીડીના કાયમી સભ્યોની કમિટીની પણ આજે ચૂંટણી થશે. નોંધનીય છે કે દિલ્લી એમસીડીમાં 15 વર્ષ બાદ ભાજપને હારનો સામનો કરવો પડ્યો હતો. આ વખતે સમગ્ર દિલ્લીમાં એક જ મેયર હશે. ચૂંટણીના પરિણામો 4 ડિસેમ્બરે જાહેર થયા હતા. જેમાં આમ આદમી પાર્ટીએ 250માંથી 134 બેઠકો જીતી હતી જ્યારે ભાજપે 104 બેઠકો જીતી હતી. આ સાથે એમસીડી પર 15 વર્ષથી ભાજપનુ શાસન સમાપ્ત થઈ ગયુ છે.

English summary
Delhi MCD Mayor Election today, oath taking for councilors from 11 am
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X