For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોનાએ બગાડી દિલ્લી મેટ્રોની હાલત, સ્ટાફના પગારમાં મોટો ઘટાડો

લ્લી મેટ્રોએ હવે કર્મચારીઓના વેતન અને ભથ્થામાં ઘટાડો શરૂ કરી દીધો છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ કોરોના વાયરસ મહામાહીના કારણે દિલ્લી મેટ્રોનુ સંચાલન ઘણા સમયથી પ્રભાવિત છે. જેની અસર હવે તેના ખજાના પર પણ દેખાવા લાગી છે. દિલ્લી મેટ્રોએ હવે કર્મચારીઓના વેતન અને ભથ્થામાં ઘટાડો શરૂ કરી દીધો છે. આ મહિનાથી આગલા આદેશ સુધી આમાં 50 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ વિશે દિલ્લી મેટ્રોએ આદેશ પણ જારી કર્યો છે.

delhi metro

ડીએમઆરસી તરફથી જારી આંતરિક આદેશમાં કહેવામાં આવ્યુ છે કે મેટ્રો સર્વિસ ન ચાલવાના કારણે આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ હોવાથી આ રીતના નિર્ણય લેવા પડ્યા છે. ઓગસ્ટ મહિનાથી આગલા આદેશ સુધી પર્ક્સ અને ભથ્થાઓને ઘટાડીને 50 ટકા કરી દેવામાં આવ્યુ છે. દિલ્લી મેટ્રોના કર્મચારીઓને તેમની બેઝિક સેલેરીના 15.75 ટકા પર્ક્સ અને ભથ્થા મળશે. ઓગસ્ટની સેલેરીમાં, ભથ્થા મૂળ વેતન(બેઝિક સેલેરી)ના 15.75%ના દરથી આપવાપાત્ર થશે.

દિલ્લી મેટ્રો તરફથી જારી કરાયેલ આદેશમાં આ હવાલો આપવામાં આવ્યો છે કે કોરોના વાયરસના સંક્રમણના કારણે મેટ્રોનુ સંચાલન નથી થઈ રહ્યુ. જેનાથી ભારે નાણાકીય સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે મેટ્રો કર્મચારી અન્ય સુવિધાઓ જેવી કે મેડિકલ ટ્રીટમેન્ટ, ટીએ અને ડીએ જેવી વસ્તુઓનો લાભ લઈ શકશે. આ ઉપરાંત મેટ્રો કર્મચારીઓને મળતા તમામ એડવાન્સ પર પણ આગલા આદેશ સુધી રોક લગાવી દેવામાં આવી છે. માત્ર પહેલેથી જ મંજૂરી મેળવનારને એડવાન્સ આપવામાં આવશે.

હાઉસ બિલ્ડીંગ એડવાન્સ, મલ્ટીપર્પઝ એડવાન્સ, લેપટૉપ એડવાન્સ, ફેસ્ટિવલ એડવાન્સ જેવા ઘણા એડવાન્સ પર તત્કાલ પ્રભાવથી રોક લગાવી દેવામાં આવી છે. આ દરમિયાન ડીએમઆરસી તરફથી જણાવવામાં આવ્યુ છે કે દિલ્લી મેટ્રોની સર્વિસ બંધ રહેવાથી રોજ તેને 10 કરોડના રાજસ્વનુ નુકશાન થઈ રહ્યુ છે. માટે જોવામાં આવે તો મહિનામાં તેને 300 કરોડનુ નુકશાન ઉઠાવવુ પડી રહ્યુ છે. કોરોના વાયરસ સંક્રમણના કારણે 22 માર્ચથી જ દિલ્લીલ મેટ્રોની સેવાઓ બંધ છે.

English summary
Delhi Metro cuts Employees' Perks, Allowances By 50% Amid Covid Pandemic.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X