For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હીમાં ભારે વરસાદ અને ટ્વિટરમાં પણ ભારે વરસાદ!

|
Google Oneindia Gujarati News

આજે સવારથી જ દિલ્હીમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદે દિલ્હીના સામાન્ય જનજીવનને થંભાવી દીધું છે. દિલ્હીના આનંદ વિહાર, નોયડા એન્ટ્રીગેટ અને એનસીઆરમાં લાંબો ટ્રાફિક જામે લોકોને ઓફિસ ટાઇમે પહોંચવા નથી દીધા. એટલું જ નહીં ભારે વરસાદના કારણે આજે અમેરિકી વિદેશ મંત્રી જ્હોન કૈરીએ તેમનો સીસગંજ અને જામા મસ્જિદનો કાર્યક્રમ રદ્દ કર્યો છે. તો ગૌરીશંકર તેમનો મંદિરનો કાર્યક્રમ રદ્દ કર્યો છે.

લેટેસ્ટ અપડેટ
1. હવામાન ખાતેએ સ્પષ્ટ કર્યું છે કે દિલ્હી એનસીઆર અને ગુડગાંવમાં વરસાદ રોકાવાનો નથી.
2. માટે જ પોલિસ અને ટ્રાફિક પોલિસને રેડ એલર્ટ પર રાખવામાં આવી છે. ટ્રાફિક પોલિસે લોકોને કાર સિક્યોરીટી લોક વગર ચલાવાની સલાહ આપી છે.
3. દિલ્હીથી લઇને ગુડગાંવ સેક્ટર 4 સુધી અનેક વિસ્તારોમાં પાણી ભરાયેલા છે. અને હવાઇ સેવાઓ પણ આ કારણે પ્રભાવિત થઇ છે.

ત્યારે દિલ્હી અને ગુડગાંવની પરિસ્થિતિને જોતા આજે સવારથી જ ટ્વિટર પર પણ #Delhirain કરીને ટેગ ચાલી રહ્યો છે જેમાં અનેક લોકોએ પોતાની મુશ્કેલીઓ કંઇક આ રીતે જણાવી છે. વાંચો અહીં....

ટ્રાફિક જામ

ટ્રાફિક જામ

નોંધનીય છે કે હવામાન ખાતાએ અન્ય બે દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. ત્યારે આજે સવારથીજ દિલ્હી એનસીઆરનાં ભારે ટ્રાફિક જામ અને પાણી ભરાવાની સમસ્યાએ જાહેર જીવનને અસ્ત વ્યસ્ત કરી દીધું છે.

જ્હોન કેરીની ટિપ્પણી

જ્હોન કેરીની ટિપ્પણી

તો યુએસ સેક્રેટરી જ્હોન કેરી આજે દિલ્હીની મુલાકાતે છે. ત્યાં આઇઆઇટી દિલ્હીના વિદ્યાર્થીઓને સંબોધતા જ્હોને કહ્યું કે તમે લોકો (વિદ્યાર્થીઓ) અહીં બોટથી આવ્યા કે શું? એટલું જ નહીં જ્હોન કેરી અહીંથી જામા મસ્જિદ જવાના હતા પણ ભારે વરસાદના કારણે તેમને તેમની આ મુલાકાત રદ્દ કરી છે.

રાહુલના ઘરમાં પાણી પાણી

રાહુલના ઘરમાં પાણી પાણી

કોંગ્રેસના ઉપાઅધ્યક્ષ તેવા રાહુલ ગાંધીના ઘરની સામે પણ મોટી માત્રામાં પાણી ભરાઇ ગયું છે. જેણે રાહુલ ગાંધીની મુશ્કેલીઓ પણ વધારી છે.

ટ્વિટર પર રમૂજ

જો કે વરસાદના આ માહોલમાં દિલ્હીવાસીઓએ તેમની રમૂજ કરવાની સ્ટાઇલ નથી છોડી. અહીં પણ લોકો કેજરી અને મોદી વોર પર ટિપ્પણી કરવાની શરૂઆત કરી દીધી છે.

ટ્રાફિક પોલિસ

ત્યારે દિલ્હીમાં આટલા ભારે વરસાદમાં ટ્રાફિકકર્મીઓ ટ્રાફિકની મુશ્કેલી ઓછી કરવા ધરખમ પ્રયાસ કરી રહ્યા છે. જે વાત આ ફોટો જ જણાવી રહ્યો છે.

નવાઝ જંગ

તો વરસાદ અને ટ્રાફિક જામની આ સ્થિતિમાં લોકોએ ગર્વનરને પણ યાદ કર્યા હતા.

કારથી ઓફિસનું કામ

તો કેટલાક લોકોએ ભારે ટ્રાફિક જામના કારણે કારમાં બેસીને જ ઓફિસનું કામ કરવાનું શરૂ કર્યું હતું.

#WhereIsKejriwal

તો સાથે જ કેજરીવાલ પર પણ ટ્વિટરમાં એક ટ્રેન્ડ શરૂ થઇ ગયો છે. જ્યાં લોકો વરસાદ અને ટ્રાફિક જામની આ સ્થિતિમાં મુખ્યમંત્રી કેજરીવાલને શોધી રહ્યા છે.

English summary
Delhi heavy rain latest update read here. Also read twitter trend on it.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X