For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચાંદની ચોક મંદિર વિવાદઃ ગૃહમંત્રી અમિત શાહે દિલ્લી પોલિસ કમિશ્નરની ઝાટકણી કાઢી

રાજધાની દિલ્લીના હૌજ કાજી વિસ્તારમાં બે સંપ્રદાયો વચ્ચે ઝડપ બાદ બુધવારે પણ વિસ્તારમાં તણાવપૂર્ણ સ્થિતિ બનેલી છે. આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દિલ્લી પોલિસ કમિશ્નર અમૂલ્ય પટનાયકને બોલાવ્યા છ

|
Google Oneindia Gujarati News

રાજધાની દિલ્લીના હૌજ કાજી વિસ્તારમાં બે સંપ્રદાયો વચ્ચે ઝડપ બાદ બુધવારે પણ વિસ્તારમાં તણાવપૂર્ણ સ્થિતિ બનેલી છે. આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દિલ્લી પોલિસ કમિશ્નર અમૂલ્ય પટનાયકને સમન પાઠવ્યા છે. ગૃહમંત્રી શાહે આ સમગ્ર વિવાદ મામલે અમૂલ્ય પટનાયકની ઝાટકણી કાઢી છે. વાસ્તવમાં ત્યાં પાર્કિંગના મુદ્દે બે સમુદાય વચ્ચે ઝડપ થઈ ગઈ હતી. ઝઘડો વધ્યા બાદ એક સમાજના લોકોએ એક ધાર્મિક સ્થળ પર તોડફોડ કરી દીધી. ઘટના રવિવારે રાતે 10 વાગ્યાની છે.

amit shah

સૂત્રો મુજબ આ સમગ્ર મામલાની માહિતી લઈને ગૃહમંત્રી અમિત શાહે બુધવારે દિલ્લી પોલિસ કમિશ્નર અમૂલ્ય પટનાયકને સમન મોકલીને બોલાવ્યા છે. આ સાથે જ પોલિસ તરફથી કરવામાં આવેલ બેદરકારીના કારણે દિલ્લી પોલિસ કમિશ્નરની ઝાટકણી કાઢી છે. આ દરમિયાન અમિત શાહને મળીને આવેલા પટનાયકે કહ્યુ કે ગૃહમંત્રી સાથે આ એક સામાન્ય મુલાકાત હતી. શાહે આ મામલે કડક કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા છે.

સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ ઘટના રવિવારે મોડી રાતે એ સમયે થઈ જ્યારે આસ મોહમ્મદ નામનો યુવક એક ઈમારતની બહાર પોતાનો સ્કૂટર મૂકી રહ્યો હતો. ત્યારબાદ બંનેમાં મારપીટ થઈ. ત્યારબાદ આ વિવાદમાં બે સમાજના લોકો પરસ્પર ભીડાઈ ગયા. આ ઘટના સાથે જોડાયેલો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં પાર્કિંગ વિવાદ વિશે અમુક લોકો એક યુવકની કથિત રીતે પિટાઈ કરતા જોવા મળી રહ્યા છે.

આ મામલે પોલિસે એક સગીર સહિત 3 લોકોની ધરપકડ કરી લીધી છે. હૌજ કાજી વિસ્તારમાં બે સંપ્રદાયો વચ્ચે ઝડપ બાદ બુધવારે પણ વિસ્તારમાં તણાવપૂર્ણ સ્થિતિ બનેલી છે. આ દરમિયાન સવારે મંદિરમાં પૂજા અર્ચના કરી. આ દરમિયાન આ વિસ્તારમાં ભડકેલી હિંસા બાદ પોલિસે બંને પક્ષો સાથે ઘણી બેઠકો કરી. અહીં શાંતિ જાળવવા માટે મહત્વની ભૂમિકા નિભાવી. બુધવારે આ એરિયામાં શાંતિ થયા બાદ બજાર ફરીથી ખુલી ગયા.

આ પણ વાંચોઃ બોલિવુડ છોડવાના નિર્ણય બાદ ઝાયરા વસીમે કર્યુ આ મોટુ એલાનઆ પણ વાંચોઃ બોલિવુડ છોડવાના નિર્ણય બાદ ઝાયરા વસીમે કર્યુ આ મોટુ એલાન

English summary
Delhi Police Commissioner was summoned by Home Minister Amit Shah over Chandni Chowk incident
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X