For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સંજય રાઉત સામે દિલ્લીમાં કેસ, ભાજપની મહિલા નેતાઓ પર અપમાનજનક ટિપ્પણીના આરોપ

મહારાષ્ટ્રના વરિષ્ઠ નેતા તેમજ શિવસેના સાંસદ સંજય રાઉત સામે દિલ્લીમાં એફઆઈઆર નોંધવામાં આવી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ મહારાષ્ટ્રના વરિષ્ઠ નેતા તેમજ શિવસેના સાંસદ સંજય રાઉત સામે દિલ્લીમાં એફઆઈઆર નોંધવામાં આવી છે. આ અંગે માહિતી આપીને આજે દિલ્લી પોલિસે જણાવ્યુ કે રાઉત સામે ભાજપની એક મહિલા કાર્યકર્તાએ ફરિયાદ નોંધાવી છે. તેમની સામે દિલ્લીના મંડાવલી પોલિસ સ્ટેશનમાં આઈપીસીની કલમ 509 અને 500 હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે. તેમના પર ભાજપની મહિલા સભ્યો સામે આપત્તિજનક ટિપ્પણા કરવાનો આરોપ છે.

Sanjay Raut

તમને જણાવી દઈએ કે સંજય રાઉતે એક ખાનગી સમાચાર ચેનલેને ઈન્ટરવ્યુ આપ્યુ હતુ જેમાં તેમણે ભાજપ કાર્યકર્તાઓ માટે અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો. આ ઈન્ટરવ્યુ બાદ દીપ્તિ રાવત ભારદ્વાજે દિલ્લીના મંડાવલી પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. સંજય રાઉત સામે કેસ મહિલાઓને અપમાનિત કરવા અને મહિલાઓ માટે સામાજિક રીતે અપશબ્દોનો ઉપયોગ કરવા માટે કેસ નોંધવામાં આવ્યો છે.

શું છે સમગ્ર મામલો

વાસ્તવમાં, 9 ડિસેમ્બરના રોજ સંજય રાઉતે ખાનગી ન્યૂઝ ચેનલ પર ઈન્ટરવ્યુ આપ્યો હતો જેમાં તેમણે પોતાના ઈન્ટરવ્યુમાં ભાજપ કાર્યકર્તાઓ માટે અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો. આ બાબત માટે 9 ડિસેમ્બરે જ દીપ્તી રાવત ભારદ્વાજે દિલ્લાના મંડાવલી પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

મહિલાઓ માટે કરવામાં આવ્યો અપશબ્દોનો ઉપયોગ

સંજય રાઉતે ભાજપના કાર્યકર્તાઓ જ નહિ પરંતુ કાર્યકર્તાઓમાં શામેલ મહિલાઓ માટે અપશબ્દોનો ઉપયોગ કર્યો તેને આધાર બનાવીને કેસ નોંધવામાં આવ્યો. કહેવામાં આવ્યુ કે રાઉત જેવા બંધારણીય પદ પર બેઠેલા લોકો તેમની જવાબદારી સમાજ પ્રત્યે કોઈ પણ સામાન્ય વ્યક્તિ કરતા વધુ હોય છે. આવા બિનજવાબદાર અને અસભ્ય વ્યક્તિ પાસે દેશની મહિલાઓ અને મહિલા મોરચો રાજીનામાની માંગ કરે છે.

ટ્વિટર પર માફી માંગવા માટે કહ્યુ

દીપ્તી રાવત ભારદ્વાજે પોતાના ટ્વિટર હેન્ડલથી સંજય રાઉતની માફી માંગવા અને રાજીનામાની માંગ કરી હતી. અત્યાર સુધી રાજ્યસભા સાંસદ સંજય રાઉતે પોતાના અપશબ્દો માટે ક્યારેય માફી માંગી નથી. પોલિસે પણ આ બાબતને ગંભીરતાથી લીધી છે. દીપ્તી રાવત ભારદ્વાજે ફરિયાદ નોંધાવતી વખતે ટીવી ચેનલને એ ક્લિપિંગ્ઝને પણ પોલિસને સોંપી છે જેમાં તેમણે અપશબ્દોનો ઉપયોગ કર્યો છે.

English summary
Delhi Police complaint against Shiv Sena MP Sanjay Raut at Delhi, know the reason
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X