For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હી સરકારના પુર્વમંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમને દિલ્હી પોલીસની નોટીસ, થઈ શકે છે ધરકપડ!

દિલ્હી સરકારના પુર્વ મંત્રી રાજેન્દ્રર પાલ ગૌતમની મુશ્કેલી લધી રહી છે. દલિતોને બૌદ્ધ ધર્મના શપથ લેવડાવવા મુદ્દે હવે તેમના પર ધરપકડનો ખતરો મંડરાઈ રહ્યો છે. આ પહેલા તેમને દિલ્હી સરકારમાંથી રાજીનામું આપવુ પડ્યુ હતું.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : દિલ્હી સરકારના પુર્વ મંત્રી રાજેન્દ્રર પાલ ગૌતમની મુશ્કેલી લધી રહી છે. દલિતોને બૌદ્ધ ધર્મના શપથ લેવડાવવા મુદ્દે હવે તેમના પર ધરપકડનો ખતરો મંડરાઈ રહ્યો છે. આ પહેલા તેમને દિલ્હી સરકારમાંથી રાજીનામું આપવુ પડ્યુ હતું. રાજેન્દ્ર પાલ ગૌતમે હિંદુ દેવી-દેવતાઓમાં ન માનવા કહ્યું હતું. હવે દિલ્હી પોલીસે તેમને નોટિસ મોકલી છે અને રાજેન્દ્ર પાલ ગૌતમને હાજર થવા ફરમાન કર્યુ છે.

Delhi Police

દિલ્હી પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ આપેલી માહિતી અનુસાર, તમામ વિગતો જાણ્યા બાદ જ રાજેન્દ્ર પાલ ગૌતમને નોટિસ મોકલવામાં આવી છે. આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે, રાજેન્દ્ર પાલ ગૌતમને કેજરીવાલ સરકારમાં મંત્રી પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા. તે દિલ્હીમાં આયોજિત બૌદ્ધ ધર્મ દીક્ષા સમારોહમાં સામેલ થયા હતા. આ કાર્યક્રમમાં હિંદુ દેવી-દેવતાઓમાં ન માનવાની શપથ લેવડાવવામાં આવી હતી.

આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વીડિયોને લઈને આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલને ગુજરાતમાં વિરોધનો સામનો કરવો પડ્યો હતો. દિલ્હી પોલીસ હવે આ કેસમાં રાજેન્દ્ર પાલ ગૌતમની પૂછપરછ કરશે. એવું પણ બની શકે છે કે પોલીસ રાજેન્દ્ર પાલ ગૌતમની ધરપકડ પણ કરી શકે છે.

રાજેન્દ્ર પાલ ગૌતમે દશેરાના દિવસે દિલ્હીના કરોલ બાગમાં આયોજિત બૌદ્ધ મહાસભાના કાર્યક્રમમાં હાજરી આપી હતી. મંત્રીની હાજરીમાં હજારો લોકોને રામ-કૃષ્ણને ભગવાન ન માનવાની અને ક્યારેય પૂજા નહીં કરવાના શપથ લેવડાવવામાં આવ્યા હતા. ખુદ મંત્રીએ પણ આ શપથ લીધા હતા અને લોકોને લેવડાવ્યા હતા. તેમનો વીડિયો સામે આવ્યા બાદ ભાજપે કહ્યું કે, બૌદ્ધ અને હિંદુ ધર્મમાં માનનારાઓને લડાવવાનો આ પ્રયાસ છે. ભાજપે રાજેન્દ્ર ગૌતમ પાસે હિન્દુ સમાજની માફી માંગવાની માંગ કરી છે.

English summary
Delhi Police notice to Rajendra Pal Gautam, Dharkapad can happen!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X