દિલ્હી પોલીસે રાહુલ ગાંધીને નોટિસ મોકલી, જાણો શું છે પુરો મામલો?
ભારત જોડો યાત્રા દરમિયાન શ્રીનગરમાં તેમણે શ્રીનગરમાં નિવેદન આપ્યું હતું. આ મુદ્દે હવે દિલ્હી પોલીસે રાહુલ ગાંધીને નોટિસ મોકલી છે.

નવી દિલ્હી : અદાણીને લઈને પીએમ મોદી અને સરકાર પર પ્રહારો કરી રહેલા રાહુલ ગાંધી આ દિવસોમાં બીજેપી નેતાઓના નિશાના પર છે. વિદેશમાં રાહુલ ગાંધીના નિવેદન પર ભાજપ સતત પ્રહારો કરી રહ્યું છે. આ દરમિયાન દિલ્હી પોલીસે હવે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીને નોટિસ પાઠવી છે. જેમાં કોંગ્રેસના નેતા પાસેથી જાતીય સતામણીની ફરિયાદ કરનાર પીડિતાની વિગતો માંગવામાં આવી છે.
રાહુલ ગાંધીએ કન્યાકુમારીથી કાશ્મીર સુધી કોંગ્રેસની ભારત જોડો યાત્રાનું નેતૃત્વ કર્યું હતું. આ દરમિયાન તેમણે ઘણા રાજ્યોનો પ્રવાસ કરીને સામાન્ય લોકો સાથે વાત કરી અને તેમની સમસ્યાઓ સાંભળી. રાહુલ ગાંધીએ ઘણી વખત લોકો સાથે સીધી વાતચીતનો ઉલ્લેખ કર્યો છે. ભારત જોડો યાત્રા દરમિયાન શ્રીનગરમાં તેમણે શ્રીનગરમાં નિવેદન આપ્યું હતું. આ મુદ્દે હવે દિલ્હી પોલીસે રાહુલ ગાંધીને નોટિસ મોકલી છે.
રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા દરમિયાન શ્રીનગરમાં મહિલાઓને લઈને કહ્યુ હતું કે, મેં સાંભળ્યું છે કે મહિલાઓ પર હજુ પણ યૌન શોષણ થાય છે. એક ખાસ કેસમાં મેં એક છોકરીને પૂછ્યું, તેણી પર બળાત્કાર થયો, મેં તેને પૂછ્યું કે શું પોલીસને બોલાવવી જોઈએ, તેણે કહ્યું કે પોલીસને બોલાવશો નહીં, હું બદનામ થઈ જઈશ.
મીડિયા રિપોર્ટ અનુસાર, દિલ્હી પોલીસે રાહુલ ગાંધીને જાતીય સતામણી અંગે સંપર્ક કરનાર પીડિતોની વિગતો આપવા કહ્યું છે. પોલીસે સોશિયલ મીડિયા પોસ્ટની નોંધ લઈ પ્રશ્નાવલિની યાદી મોકલી છે. પોલીસે તેમને પીડિતોની વિગતો આપવા કહ્યું છે, જેથી સુરક્ષા પૂરી પાડી શકાય.












Click it and Unblock the Notifications
