For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અકબર રોડને બનાવ્યો મહારાણા પ્રતાપ રોડ, પોલીસે તરત બદલ્યું

દેશની રાજધાની દિલ્હીમાં બુધવારે કેટલાક અજ્ઞાત લોકોએ સાંપ્રદાયિક માહોલ ખરાબ કરવાની કોશિશ કરી.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

દેશની રાજધાની દિલ્હીમાં બુધવારે કેટલાક અજ્ઞાત લોકોએ સાંપ્રદાયિક માહોલ ખરાબ કરવાની કોશિશ કરી. મહારાણા પ્રતાપ ની જયંતિ પર કેટલાક લોકોએ દિલ્હીમાં અકબર રોડ પર લાગેલા સાઈન બોર્ડ પર મહારાણા પ્રતાપ રોડ પોસ્ટર ચોંટાડી દીધું. આ ઘટના વિશે જાણકારી મળતા જ દિલ્હી પોલીસ જગ્યા પર પહોંચી અને પોસ્ટર હટાવી દીધું. આ સાઈન બોર્ડની આસપાસ પોલીસના કેટલાક જવાનો પણ ગોઠવી દીધા. આપણે જણાવી દઈએ કે દિલ્હીમાં મુસ્લિમ શાશકોના નામ પર રસ્તાના નામને કારણે પહેલા પણ વિવાદ થઇ ચુક્યો છે.

સાંપ્રદાયિક માહોલ ખરાબ કરવાની કોશિશ

સાંપ્રદાયિક માહોલ ખરાબ કરવાની કોશિશ

જાણકારી અનુસાર બુધવારે જયારે લોકો અકબર રોડ પાસે થી પસાર થયા ત્યારે તેમને રોડના સાઈનબોર્ડ પર મહારાણા પ્રતાપ રોડ બોર્ડ લાગેલું જોવા મળ્યું. પોલીસને તરત આ ઘટના વિશે સૂચના આપવામાં આવી. ત્યારપછી પોલીસે જગ્યા પર પહોંચી પોસ્ટર હટાવી દીધું. પોલીસે જણાવ્યું કે સાંપ્રદાયિક માહોલ ખરાબ કરવાની કોશિશ કરવામાં આવી છે. સુરક્ષાને ધ્યાનમાં રાખતા પોલીસે અકબર રોડ આસપાસ પોલીસના કેટલાક જવાનો પણ ગોઠવી દીધા છે.

નામ બદલવાની સિસ્ટમ

નામ બદલવાની સિસ્ટમ

આ મામલે એનડીએમસી અધિકારીઓ ઘ્વારા જણાવવામાં આવ્યું કે અકબર રોડનું નામ બદલવા માટે કોઈ પણ પ્રકારનો પ્રસ્તાવ તેમની પાસે આવ્યો નથી. તેમની જણાવ્યું કે કોઈ સાર્વજનિક જગ્યા અથવા કોઈ જગ્યાનું નામ બદલવામાં આવે છે તો સૌથી પહેલા રિનેમિંગ કાઉન્સિલ પાસે પ્રસ્તાવ જાય છે. એનડીએમસી ઘ્વારા જણાવવામાં આવ્યું કે આ કોઈ શરારતી તત્વોનું કામ હોય શકે છે.

જિન્ના અંગે પહેલાથી જ વિવાદ ચાલે છે

જિન્ના અંગે પહેલાથી જ વિવાદ ચાલે છે

દિલ્હીના અકબર રોડ પર મહારાણા પ્રતાપ રોડ પોસ્ટર તેવા સમયે લગાવવામાં આવ્યું છે. જયારે ભારતમાં પહેલાથી જિન્ના અંગે વિવાદ ચાલી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે એએમયુના ટાઉન હોલમાં જિન્નાનો ફોટો લાગેલો હતો. જે અંગે વિવાદ ચાલી રહ્યો હતો. હિંદુવાદી સંગઠનો અને તમામ છાત્રોએ આના વિરોધમાં પ્રદર્શન કર્યા હતા. આટલુ જ નહિ, પરિસરની બહાર પ્રદર્શનકારીઓએ જિન્નાનું પૂતળુ પણ બાળ્યુ હતુ. જોતજોતામાં આ પ્રદર્શન ઉગ્ર બની ગયુ અને ભીડ બેકાબૂ બની ગઈ. ત્યારબાદ પોલિસને લાઠીચાર્જ કરવો પડ્યો જેમાં ઘણા છાત્રો ઘાયલ થઈ ગયા અને ત્યારબાદ આ મામલાએ રાજકીય રંગ ધારણ કરી લીધો.

English summary
Delhi: Poster with Maharana Pratap Road written on it pasted on Akbar road signboard.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X