For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્લીમાં વિજળીની કમી ન થયા તે માટે કેન્દ્ર સરકારે લીધુ પગલુ, NTPC-DVCને આપ્યા નિર્દેશ

રાષ્ટ્રીય રાજધાની દિલ્લીમા વિજળીનુ સંકટ ન થયા એ માટે કેન્દ્ર સરકારે એનટીપીસી અને ડીવીસીને નિર્દેશ આપ્યા છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ રાષ્ટ્રીય રાજધાની દિલ્લીમા વિજળીનુ સંકટ ન થયા એ માટે કેન્દ્ર સરકારે એનટીપીસી અને ડીવીસીને નિર્દેશ આપ્યા છે. કેન્દ્ર સરકારે કહ્યુ છે કે એનટીપીસી અને ડીવીસીએ વિજળી વિતરણ કંપનીઓને પીપીએ હેઠળ વધુને વધુ વિજળીની આપૂર્તિ કરવા માટે કહ્યુ છે. કેન્દ્ર સરકારે કહ્યુ, છેલ્લા 10 દિવસોમાં દિલ્લી ડિસ્કૉમને આપેલી ઘોષિત ક્ષમતાને ધ્યાનમાં રાખીને વિજળી મંત્રાલયે એનટીપીસી અને ડીવીસીને દિલ્લીની વિજળી આપૂર્તિ સુરક્ષિત કરવાના નિર્દેશ જારી કર્યા છે. તે એ સુનિશ્ચિત કરશે કે દિલ્લી વિતરણ કંપનીઓને માંગ અનુસાર જેટલી વિજળીની જરૂર હોય એટલી વિજળી મળશે.

electricity

વિજ મંત્રાલય મુજબ દિલ્લીમાં ગઈ 10 ઓક્ટોબરે વિજળીની માંગ 4536 મેગાવૉટ હતી અને વિતરણ કંપનીઓને આના માટે જરૂરિયાત મુજબ વિજળી આપવામાં આવી હતી. વિજ મંત્રાલયે કહ્યુ છે કે 10 ઓક્ટોબરના રોજ એનટીપીસી અને ડીવીસીને એ નિર્દેશ આપવામાં આવ્યા છે કે તે દિલ્લીની વિજ વિતરણ કંપનીઓને વિજળીની સમય અનુસાર આપૂર્તિ કરે. ત્યારબાદ બંને કંપનીઓએ દિલ્લીની ડિસ્કૉમ કંપનીઓને તેમની માંગ મુજબ વિજળીની આપૂર્તિ કરવાનુ વચન આપ્યુ છે.

વિદ્યુત મંત્રાલયે કહ્યુ છે કે 10 ઓક્ટોબરના રોજ મહત્તમ માંગ 4536 મેગાવૉટ(પીક) અને 96.2 એમયુ(ઉર્જા) હતી. દિલ્લી ડિસ્કૉમમાંથી મળેલી માહિતી મુજબ વિજળીની કમીના કારણે કોઈ આઉટેજ નહોતુ કારણકે તેને જરૂરી માત્રામાં વિજળીની આપૂર્તિ કરવામાં આવી હતી. એનટીપીસી ગેસ આધારિત પાવર પ્લાન્ટ્સતી પણ દિલ્લીની વિજળીની આપૂર્તિ કરી શકે છે.

ભારત સરકારે કહ્યુ છે કે રાજ્યોને રાજ્યના ગ્રાહકોને વિજળીની આપૂર્તિ માટે ફાળવવામાં આવેલ વિજળીનો ઉપયોગ કરવાનો પણ અનુરોધ કરવામાં આવ્યો છે. વળી, જો વિજળીની ખપત વધુ હોય તો રાજ્યોને અનુરોધ કરવામાં આવે છે કે તે સૂચિત કરે જેથી આ વિજળી અન્ય જરુરિયાતમંદ રાજ્યોને ફરીથી ફાળવી શકાય.

કેન્દ્ર સરકારે એ પણ કહ્યુ છે કે જો કોઈ રાજ્ય પાવર એક્સચેન્જમાં વિજળી વેચતુ જોવા મળ્યુ અથવા આ ફાળવવામાં આવેલી વિજળીને શિડ્યુલ ન કરી રહ્યુ હોય તો તેની અસંબદ્ધ ઉર્જાને અસ્થાયી રીતે ઓછી અથવા તો પાછી લેવામાં આવી શકે છે અને અન્ય રાજ્યોને ફરીથી આપવામાં આવી શકે છે જેમને વિજળીની વધુ જરરુ હોય છે.

ઉલ્લેખનીય છે કે અગાઉ ઘણા રાજ્યોએ ચિંતા વ્યક્ત કરી હતી અને કોલસાની તીવ્ર અછતને પગલે વીજળી બંધ થવાની ચેતવણી આપી હતી. બીજી તરફ સરકારે ભારપૂર્વક જણાવ્યું છે કે, વીજળી ઉત્પન્ન કરતા પ્લાન્ટ્સની માગને પહોંચી વળવા માટે દેશમાં સુકા બળતણ ઉપલબ્ધ છે.

English summary
Delhi Power Crisis: Centre issues directions to ntpc and dvc to supply as much power to delhi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X