For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોનાનો કહેર, દિલ્લીમાં તૂટ્યો રેકોર્ડ, 24 કલાકમાં 428 કેસ, 65ના મોત

દિલ્લીમાં બુધવારે કોરોના દર્દીઓની સંખ્યામાં એકદમ વધારો થયો છે જેણે સરકારની મુશ્કેલી વધારી દીધી છે.

|
Google Oneindia Gujarati News

દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓનો આંકડો વધી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં છેલ્લા 24 કલાકમાં દેશમાં 3390 નવા કેસ સામે આવ્યા છે અને 103 લોકોના મોત થયા છે. આ નવા આંકડા બાદ દેશમાં કોરોના સંક્રમિત દર્દીઓનો આંકડો 56,000ને પાર કરી ગયો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય તરફથી આ માહિતી આપવામાં આવી છે. વળી, દિલ્લીમાં બુધવારે કોરોના દર્દીઓની સંખ્યામાં એકદમ વધારો થયો છે જેણે સરકારની મુશ્કેલી વધારી દીધી છે.

દારુની દુકાનો પર તૂટી પડેલી ભીડથી સોશિયલ ડિસ્ટંસીંગના નિયમોની ધજ્જિયા

દારુની દુકાનો પર તૂટી પડેલી ભીડથી સોશિયલ ડિસ્ટંસીંગના નિયમોની ધજ્જિયા

દિલ્લીમાં છેલ્લા 24 કલાકમાં 438 નવા કેસ સામે આવ્યા છે જે અહીં એક દિવસમાં સંક્રમિત થનારની સૌથી વધુ સંખ્યા છે. દિલ્લીનુ કોરોના મીટર 5530ને પાર કરી ચૂક્યુ છે. અત્યાર સુધી 65 લોકો કોરોનાથી દમ તોડી ચૂક્યા છે. આ દરમિયાન ભારત નગર પોલિસ સ્ટેશનમાં તૈનાત સિપાહી અમિત કુમારનુ કોરોનાથી મોત થઈ ગયુ છે. જો કે મુંબઈ અને અમદાવાદના મુકાબલે દિલ્લીમાં સ્થિતિ કાબુમાં છે પરંતુ દારુની દુકાનો પર તૂટી પડેલી ભીડ સોશિયલ ડિસ્ટંસીંગના નિયમોની ધજ્જિયા ઉડાવી રહી છે કે જે દર્દીઓ વધવાનુ સૌથી મોટુ કારણ હોઈ શકે છે.

ભારતમાં કોરોના વાયરસ જૂન અને જુલાઈમાં પોતાના ચરમ પર હશે

ભારતમાં કોરોના વાયરસ જૂન અને જુલાઈમાં પોતાના ચરમ પર હશે

અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન(એઈમ્સ)ના ડાયરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયાનુ કહેવુ છેકે ભારતમાં કોરોના વાયરસ જૂન અને જુલાઈમાં પોતાના ચરમ પર હશે. આ દરમિયાન દેશમાં સૌથી વધુ કેસ સામે આવી શકે છે અને જીવ જઈ શકે છે. તેમણે કહ્યુ છે કે મૉડલિંગ ડેટા અને કેસ જે રીતે વધી રહ્યા છે તેના આધારે આપણે કહી શકીએ તે જૂન અને જુલાઈમાં કોરોનાના સૌથી વધુ કેસ આવશે.

રિકવરી રેટ સતત વધી રહ્યો છે

રિકવરી રેટ સતત વધી રહ્યો છે

રાહતની વાત એ છે કે રિકવરી રેટ સતત વધી રહ્યો છે. રિકવરી રેટ જે 28.33 ટકા પર હતો તે હવે 29.35 ટકા પર પહોંચી ગયો છે. કોરોનૈ વાયરસથી સૌથી વધુ સ્થિતિ મહારાષ્ટ્રની ખરાબ છે. અહીં સંક્રમિત દર્દીઓની સંખ્યા 17974 સુધી પહોંચી ગઈ છે અને અત્યાર સુદી 694 લોકોના મોત થઈ ગયા છે. ગુજરાતની સ્થિતિ પર ઝડપથી બગડી રહી છે. અહીં મોતનો આંકડો 425 સુધી પહોંચી ગયો છે અને દર્દીઓની સંખ્યા 7012 સુધી પહોંચી ગઈ છે.

આ પણ વાંચોઃ વાયુસેનાનુ ફાઈટર એરક્રાફ્ટ મિગ-29 પંજાબમાં ક્રેશ, પાયલટ સુરક્ષિતઆ પણ વાંચોઃ વાયુસેનાનુ ફાઈટર એરક્રાફ્ટ મિગ-29 પંજાબમાં ક્રેશ, પાયલટ સુરક્ષિત

English summary
Delhi records highest covid 19 cases most recoveries in a day its really not good
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X