Sakshi Case: આરોપી સાહિલે કબૂલ્યો ગુનો, જણાવ્યુ - કેમ આપ્યો આ નિર્દય હત્યાને અંજામ
Delhi Shahbad case: દિલ્હીના રોહિણીમાં શાહબાદ ડેરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ્યારે 20 વર્ષના છોકરાએ 16 વર્ષની છોકરીની હત્યા કરી ત્યારે સમગ્ર દેશ હચમચી ગયો હતો. આ હત્યા એટલી બર્બરતાથી થઈ હતી કે એ વિશે વિચારીને પણ આત્મા કાંપી જાય છે.
હવે આરોપીએ જણાવ્યુ છે કે તેણે રાક્ષસ બનીને આવી ભયાનક ઘટનાને અંજામ કેમ આપ્યો. આરોપી સાહિલે સાક્ષી નામની યુવતીની હત્યા કરી તે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ ઘટનાની ક્લિપ ગતરોજ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. દેશભરમાં એક જ સવાલ ઉઠી રહ્યો હતો કે આ હત્યાનું કારણ શું છે?

સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, આરોપી સાહિલે દિલ્હી પોલીસની પૂછપરછ દરમિયાન પોતાનો ગુનો સ્વીકારી લીધો છે. તેણે એમ પણ કહ્યું કે તેને પોતાના કૃત્ય માટે કોઈ પસ્તાવો નથી. આપને જણાવી દઈએ કે ઘટના બાદ સાહિલનો ફોન સ્વીચ ઓફ હતો અને પોલીસથી બચવા તેણે બુલંદશહેર પહોંચવા માટે બે બસો પણ બદલી હતી.
જોકે આખરે પોલીસે તેને પકડી લીધો હતો. પરંતુ હજુ સુધી તે પૂછપરછ દરમિયાન પોલીસના પ્રશ્નોના યોગ્ય જવાબ આપી રહ્યો નથી. પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ દરમિયાન તેણે હત્યાનો ગુનો કબૂલી લીધો છે.
પોલીસે માહિતી આપી હતી કે રાતભરની પૂછપરછ દરમિયાન તેણે કહ્યું કે તેને કોઈ પસ્તાવો નથી. સાહિલે કથિત રીતે કહ્યું હતું કે યુવતી તેની સાથે સંબંધ તોડવા માંગતી હતી. પોલીસે જણાવ્યું હતું કે તેઓ કથિત રીતે ત્રણ વર્ષ સુધી ડેટ કરતા હતા પરંતુ તાજેતરમાં જ યુવતીએ સંબંધ ખતમ કરવાનો પ્રયાસ કર્યો હતો.
રવિવારે સાંજે તે તેના મિત્રના પુત્રની બર્થ-ડે પાર્ટીમાં જઈ રહી હતી ત્યારે સાહિલે આવ્યો અને સાક્ષી ચાકૂ ઘોંપી દીધુ. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે સાહિલ વારંવાર સાક્ષીને છરી મારી રહ્યો છે. આ પછી તે તેને લાતો પણ મારે છે. ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે આ દરમિયાન કોઈએ સાહિલને રોકવાનો પ્રયાસ કર્યો ન હતો.
સાહિલે કથિત રીતે છરી ફેંકી હતી અને પછી બુલંદશહર જવા માટે બસ લઈને ત્યાં તેની માસીના ઘરે છુપાઈ ગયો હતો. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે સાહિલે કહ્યું કે તે ખૂબ જ ગુસ્સામાં હતો કારણ કે યુવતી લાંબા સમયથી તેની અવગણના કરી રહી હતી. યુવતીએ તેને પોલીસ પાસે જવાની ધમકી પણ આપી હતી.
હત્યાના એક દિવસ પહેલા બંને વચ્ચે ઝઘડો થયો હતો. સાહિલને શંકા હતી કે સાક્ષીનું તેના એક પૂર્વ પ્રેમી સાથે અફેર છે. સાહિલે યુવતી સાથે મિત્રતા કરવા માટે તેનું નામ બદલી નાખ્યું હતું કે કેમ તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.
તમને જણાવી દઈએ કે બાળકીની લાશ લગભગ 25 મિનિટ સુધી રસ્તા પર પડી રહી હતી, ત્યારબાદ પોલીસને બોલાવવામાં આવી હતી. પોલીસે માહિતી આપી હતી કે તેના શરીર પર 34 ઘા હતા અને તેની ખોપરી ખરાબ રીતે ફાટી ગઈ હતી.












Click it and Unblock the Notifications
