દિલ્હી પોલીસ હેડક્વાટર પહોંચી વિદ્યાર્થીનીઓ, કારણ આવા ફુગ્ગા

Posted By:
Subscribe to Oneindia News

દિલ્હીમાં કથિત રીતે વીર્ય ભરેલા ફુગ્ગા વિદ્યાર્થીનીઓ પર ફેંકવાની ઘટના સામે આવી છે. જેને લઇને જીસસ એન્ડ મેરી કોલેજની વિદ્યાર્થીનીઓ અને પ્રોફેસરે પોલિસ હેડક્વાટર સમક્ષ વિરોધ પ્રદર્શન કર્યું છે. વિદ્યાર્થીનીઓનો આરોપ છે કે કે જ્યારે તે બસમાં હતી ત્યારે તેમની પણ આવા ફુગ્ગા ફેંકવામાં આવ્યા છે. તેમનો આરોપ છે કે કોઇ અજાણ્યો વ્યક્તિ તેમની પર આ ફુગ્ગા ફેકી જતો રહ્યો છે. જે અંગે પોલીસ તપાસ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે જ્યાં એક તરફ હોળીનો માહોલ છે ત્યાં જ બીજી તરફ આવા ફુગ્ગા ફેંકવાની બે ઘટનાઓ દિલ્હીમાં બની ચૂકી છે. હોળી રમવાના નામ પર સ્ત્રીઓને ખોટી રીતે છેડછાડ કરવી અને પછી બૂરા ના માનો હોલી હૈ કહી જતી રહેવાની જૂની પ્રથા ભારતભરમાં ચાલે છે. દર વર્ષે અનેક મહિલાઓને આનાથી બચવા હોળી દરમિયાન ઘરમાં છુપાઇને રહેવું પડે કાં તો પછી આવી ઘટનાઓને ભૂલવાની આદત પાડવી પડે છે. જે ખોટું છે. લેડી શ્રીરામ કોલેજની વિદ્યાર્થી પર પણ એક છોકરીએ જ આવો ફુગ્ગો ફેંક્યો હતો તેવું સામે આવ્યું હતું.

holi

જે પછી યુવતી દ્વારા લેખિતમાં આ વાતની માફી માંગવામાં આવી હતી. આ ઘટના દિલ્હીની અમર કોલનીમાં એક ડીયુ વિદ્યાર્થીની સાથે થઇ હતી. આ હુમલાનો ભોગ બનનાર યુવતીએ જણાવ્યું કે હું અને મારી મિત્ર પોતાના ઘરે પાછા ફરી રહ્યા હતા ત્યારે આવો ફુગ્ગો મારા માથા પર કોઇને માર્યો હતો. તેમાંથી કંઇક ચિપચીપું દ્રવ્ય નીકળ્યું હતું. અમે તે દિશામાં તરત દોડ્યા પણ, જો કે તેમાં ખાલી મકાન માલિક જ હાજર હતો. આ મામલે અમે પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ પ્રસંગે વિરોધ કરતી યુવતીઓ જણાવ્યું કે દિલ્હીમાં બુરા ના માનો હોલીએ કહીને તમારી સાથે કોઇ, કંઇ પણ કરી લે તેવો ટ્રેન્ડ હવે તોડવો જ પડ્યો. લોકોને ના નો મતલબ ના જ થાય છે તે સમજવું જોઇએ. તે વાત તો બધા જ જાણે છે હોળી અને ધુળેટી વખતે રંગોની આડમાં છેડતીના આવા અનેક કિસ્સાઓ બનતા રહે છે. જો કે હવે તે સમય આવી ગયો છે કે ઉત્સવના નામે આવી ગંદી પ્રવૃત્તિઓને બંધ કરવામાં આવે.

English summary
Delhi semen filled balloons thrown at women Students of Jesus and Mary College protest Police Headquarters.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.