ભાજપા સાંસદ જીવીએલ નરસિમ્હા રાવ પર બુટ ફેંકવામાં આવ્યો
ભાજપા સાંસદ અને પાર્ટી પ્રવક્તા જીવીએલ નરસિમ્હા રાવ પર આજે દિલ્હીમાં બુટ ફેંકવામાં આવ્યો છે.
ભાજપા સાંસદ અને પાર્ટી પ્રવક્તા જીવીએલ નરસિમ્હા રાવ પર આજે દિલ્હીમાં બુટ ફેંકવામાં આવ્યો છે. મળતી જાણકારી અનુસાર દિલ્હીના ભાજપા મુખ્યાલયમાં પ્રેસ કોન્ફ્રન્સ દરમિયાન ભાજપા નેતા પર બુટ ફેંકવામાં આવ્યો. ઘટનાના તરત પછી ત્યાં હાજર લોકોએ બુટ ફેંકનાર વ્યક્તિને પકડી લીધો. આરોપીની જોરદાર પીટાઈ કરવામાં આવી. આરોપીની ઓળખ શક્તિ ભાર્ગવ તરીકે થઇ છે.
આ પણ વાંચો: જો તમારા પતિ એનડીએ માટે વોટ ના કરે, તો તેમને ખાવાનું ના આપતા: નીતીશ કુમાર

ભાજપા સાંસદ જીવીએલ નરસિમ્હા રાવ પર બુટ ફેંક્યો
જણાવવામાં આવી રહ્યું છે કે ભાજપા સાંસદ જીવીએલ નરસિમ્હા રાવ પ્રેસ કોન્ફ્રન્સ માટે આવ્યા હતા. આ પ્રેસ કોન્ફ્રન્સ સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને ભોપાલથી ટિકિટ આપવા અંગે કરવામાં આવી હતી. આ પ્રેસ કોન્ફ્રન્સ દરમિયાન એક વ્યક્તિએ ભાજપા પ્રવકતા પર બુટ ફેંક્યો, પરંતુ તેનાથી જીવીએલ નરસિમ્હા રાવ માંડ માંડ બચી ગયા. આ ઘટના પછી પ્રેસ કોન્ફ્રન્સમાં હંગામો મચી ગયો.

બુટ ફેંકનાર વ્યક્તિનું નામ શક્તિ ભાર્ગવ
ત્યાં હાજર લોકોએ બુટ ફેંકનાર વ્યક્તિને પકડી લીધો. આરોપીની જોરદાર પીટાઈ પણ કરવામાં આવી. જણાવવામાં આવી રહ્યું છે કે આરોપી પાસે એક વિઝિટિંગ કાર્ડ મળ્યું છે. તેનું નામ શક્તિ ભાર્ગવ છે અને તે કાનપુરનો રહેવાસી છે. જણાવવામાં આવી રહ્યું છે બુટ ફેંકનાર વ્યક્તિ કોન્ફ્રન્સમાં આગળની તરફ બેઠો હતો. જેવી ભાજપા સાંસદ જીવીએલ નરસિમ્હા રાવ ઘ્વારા પ્રેસ કોન્ફ્રન્સ શરુ કરવામાં આવી, આ દરમિયાન આરોપીએ તેમના પર બુટ ઉછાળી દીધો.

સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને ભોપાલથી ટિકિટ આપવા અંગે પ્રેસ કોન્ફરન્સ
દિલ્હી ભાજપા મુખ્યાલયમાં અચાનક થયેલી ઘટના પર ભાજપા સાંસદ જીવીએલ નરસિમ્હા રાવ ઘ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે. તેમને જણાવ્યું કે બુટ ફેંક્યો હતો પરંતુ તેમને વાગ્યો નહીં. એટલું જ નહીં પરંતુ બુટ ફેંકનાર વ્યક્તિને પકડીને પોલીસમાં સોંપી દેવામાં આવ્યો છે. હાલમાં પોલીસ આરોપી વ્યક્તિની પુછપરછમાં જોડાઈ છે.












Click it and Unblock the Notifications
