For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જો તમારા પતિ એનડીએ માટે વોટ ના કરે, તો તેમને ખાવાનું ના આપતા: નીતીશ કુમાર

લોકસભા ચૂંટણીમાં આ વખતે નેતાઓના વિવાદિત નિવેદનો ચર્ચામાં રહ્યા છે. આ લિસ્ટમાં હવે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર પણ શામિલ થઇ ગયા છે.

|
Google Oneindia Gujarati News

લોકસભા ચૂંટણીમાં આ વખતે નેતાઓના વિવાદિત નિવેદનો ચર્ચામાં રહ્યા છે. આ લિસ્ટમાં હવે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર પણ શામિલ થઇ ગયા છે. એક ચૂંટણી રેલીમાં નીતીશ કુમારે એવું નિવેદન આપ્યું કે તે ચર્ચામાં આવી ગયું. નીતીશ કુમારે રેલીને સંબોધન કરતા મહિલાઓને કહ્યું કે જો તમારા પતિ એનડીએ માટે વોટ ના કરે તો તેમને ખાવાનું ના આપતા. તેમને મહિલાઓને અપીલ કરી કે તેઓ પોતાના પતિઓને કહે કે તેઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરે.

આ પણ વાંચો: રાહુલ સામે 'મોદી' એ કર્યો માનહાનિનો કેસ, 'તેમના નિવેદન બાદ લોકો ઉડાવી રહ્યા મારી મજાક'

પતિઓને ભુખા રાખો

પતિઓને ભુખા રાખો

બિહારના ઝાંઝારપુર લોકસભા સીટથી ચૂંટણી પ્રચાર દરમિયાન નીતીશ કુમારે મહિલાઓને કહ્યું કે પોતાના પતિઓને કહો કે તેઓ પોતાનો વોટ જરૂર આપે. જો તેઓ એનડીએ ઉમેદવારને વોટ આપે તો જ તેમને ખાવાનું આપજો, નહીં તો તેમને ભુખા રાખજો. માનવામાં આવી રહ્યું છે કે ઝાંઝારપુરમાં ત્રિકોણીય મુકાબલો છે. અહીં જદયુ ઉમેદવાર રામ પ્રીત મંડલ, આરજેડી ઉમેદવાર ગુલાબ યાદવ અને નિર્દલીય ઉમેદવાર દેવેન્દ્ર પ્રસાદ યાદવ મેદાનમાં છે.

ત્રિકોણીય મુકાબલો

ત્રિકોણીય મુકાબલો

આપને જણાવી દઈએ કે વર્ષ 2014 ઝાંઝારપુર લોકસભા સીટ પર ભાજપને જીત મળી હતી. પરંતુ આ વખતે ગઠબંધનમાં આ સીટ જદયુના ખાતામાં ગઈ છે. નીતીશ કુમારે અહીં કહ્યું કે પીએમ મોદી જ દેશની અંદર અને બહારની સમસ્યાનું સમાધાન કરી શકે છે. તેઓ આતંકવાદ જેવી સમસ્યા ખતમ કરી શકે છે.

લાલુ-રાબડી સમયની યાદ અપાવી

લાલુ-રાબડી સમયની યાદ અપાવી

બિહારના મહાગઠબંધન પર પણ નીતીશ કુમારે પ્રહાર કર્યો છે. નીતીશ કુમારે લોકોને લાલુ પ્રસાદ યાદવ અને રાબડી દેવીના સમયની યાદ અપાવી છે. તેમને કહ્યું કે અમારી સરકારમાં ઘણા વિકાસના કામ થયા છે. નીતીશ કુમારે કહ્યું કે અમે સારા કામ કર્યા છે, એટલા માટે તમે અમને વોટ કરો. નીતીશ કુમારે આગળ કહ્યું કે જો મહાગઠબંધન પાછું આવશે, તો તેઓ ફરી એકવાર લોકોને જાતિ અને સંપ્રદાયોમાં વહેંચી નાખશે.

English summary
Nitish Kumar says to women keep your hubbies hungry if they dont vote to NDA
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X