દિલ્હીમાં સ્કૂલ પાસે થયો ગેસ લીક, 60 બાળકો હોસ્પિટલમાં દાખલ

Posted By:
Subscribe to Oneindia News

દેશની રાજધાની દિલ્હીમાં શનિવારે સવારે ગેસ ગળતર થવાના કારણે ભારે તનાવનો માહોલ સર્જાઇ ગયો. દિલ્હીના તુગલકાવાદ વિસ્તારમાં એક કંટેનર ડિપોમાંથી ગેસ રસાવ થવાના કારણે સ્કૂલ જઇ રહેલા 50 થી 60 બાળકો તેની ઝપેટમાં આવી ગયા. ગેસના સંપર્કમાં આવેલા આ બાળકો હાલ સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે. દિલ્હી પોલીસના જણાવ્યા મુજબ તમામ બાળકો સહી સલામત છે. અને તેમની સારવાર ચાલુ છે.

delhi

જાણકારી મુજબ રાણી ઝાંસી સર્વોદય કન્યા વિદ્યાલય નામની સ્કૂલ વિદ્યાર્થીઓ જ્યારે શનિવારે સવારે સ્કૂલ જઇ રહ્યા હતા ત્યારે તેની પાસે એક કંટેનરમાંથી ગેસ ગળતર થવાની આ ઘટના બની હતી. બાળકોને દિલ્હીની ત્રણ અલગ અલગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સ્કૂલના વાઇસ પ્રિન્સિપાલે જણાવ્યું કે બાળકોને આંખમાં બળતરા અને ગળામાં શ્વાસ લેવાની તકલીફ થતા પીડિત બાળકોને હોસ્પિટલમાં જલ્દીથી દાખલ કરાવવામાં આવ્યા હતા. અને ફાયર બ્રિગ્રેડની મદદ લઇને ગેસ ગળતરને રોકવામાં આવ્યો હતો.

English summary
Students admitted to nearby hospital after gas leakage from a container in Delhis Tughlakabad.
Please Wait while comments are loading...