જામિયામાં ફરીથી છાત્રોનુ હલ્લાબોલ, વીસીના કાર્યાલયને ઘેરી કર્યુ પ્રદર્શન
એક વાર ફરીથી રાજધાનીની જામિયા યુનિવર્સિટીના છાત્રોએ સોમવારે વાઈસ ચાન્સેલર નઝમા અખ્તર સામે વિરોધ પ્રદર્શન કર્યુ છે. છાત્ર-છાત્રાઓએ આજે વીસીની ઓફિસને ઘેરીને તેમની સામે નારેબાજી કરી, પોતાના પ્રદર્શન દરમિયાન છાત્ર 'હલ્લા બોલ' અને 'વાઈસ ચાન્સેલર મૌન તોડો'ના નારા લગાવતા જોવા મળ્યા.
પ્રદર્શન કરી રહેલા છાત્ર-છાત્રાઓએ વિવિને પરીક્ષાની તારીખોની પુનર્નિધારણની પણ માંગ કરી છે. તમને જણાવી દઈએ કે પ્રદર્શન કરી રહેલા છાત્ર-છાત્રાઓએ 15 ડિસેમ્બરની ઘટના બાદ અત્યાર સુધી પોલિસ સામે એફઆઈઆર ન થવા વિશે સવાલ ઉઠાયા. છાત્રોનુ કહેવુ છે કે યુનિવર્સિટીમાં હિંસા થયે એક મહિનો વીતી ગયો પરંતુ હજુ સુધી પોલિસ સામે કોઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી. તેમને સવાલ છે કે હજુ સુધી કુલપતિ ચૂપ કેમ છે અને આ કારણથી આજે તેમણે વિરોધ પ્રદર્શન કર્યુ છે.
Delhi: Students protest outside office of Jamia Millia Islamia Vice Chancellor Najma Akhtar seeking rescheduling of exam dates,registration of FIR against Police and ensuring safety to students. pic.twitter.com/Ckw8A6EqsG
— ANI (@ANI) 13 January 2020
15 ડિસેમ્બર 2019ના રોજ જામિયા વિવિમાં થયુ હતુ વિરોધ પ્રદર્શન
તમને જણાવી દઈએ કે નાગરિકતા સુધારા કાયદા વિશે 15 ડિસેમ્બર 2019ના રોજ જામિયા વિવિમાં વિરોધ પ્રદર્શન થયા હતા. ભીડે મથુરા રોડ અને સરિતા વિહાર-નોઈડા રોડ પર જામ લગાવી લીધો હતો. જ્યારે પોલિસે તેમને હટાવવાનો પ્રયાસ કર્યો તો તોફાની ટોળાએ તેમના પર પત્થરમારો કરી દીધો ત્યારબાદ પોલિસે જવાબી કાર્યવાહી કરતા ભીડે લગભગ અડધા ડઝન બસોમાં આગ લગાવી દીધી હતી. આ હુમલામાં એક ફાયરબ્રિગેડકર્મી ઉપરાંત છ પોલિસકર્મી અને 42 પ્રદર્શનકારી ઘાયલ થયા હતા.
આ પણ વાંચોઃ SCએ કર્યુ સ્પષ્ટ, સમીક્ષા આદેશના સવાલો પર જ કરશે સુનાવણી