For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્લી હિંસાઃ અંકિત શર્માના પિતાએ FIRમાં વર્ણવ્યુ દુઃખ, કહ્યુ - અત્યંત ક્રૂરતાથી થઈ પુત્રની હત્યા

હુલ્લડ કરનારાઓની ક્રૂરતાનો શિકાર બનેલા ઈન્ટેલીજન્સ બ્યુરો(આઈબી)ના કર્મચારી અંકિત શર્માના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં એવી વાતો સામે આવી છે, જે કોઈને પણ ચોંકાવી શકે છે.

|
Google Oneindia Gujarati News

દેશની રાજધાનીના ઉત્તર-પૂર્વ વિસ્તારોમાં ફેલાયેલી હિંસા હવે નિઃશંકપણે અટકી ગઈ છે પરંતુ આના નિશાન કદાચ જ ખતમ થઈ શકે. હુલ્લડ કરનારાઓની ક્રૂરતાનો શિકાર બનેલા ઈન્ટેલીજન્સ બ્યુરો(આઈબી)ના કર્મચારી અંકિત શર્માના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં એવી વાતો સામે આવી છે, જે કોઈને પણ ચોંકાવી શકે છે. આ રિપોર્ટ અનુસાર અંકિતશર્માના શરીર પર અગણિત વાર ચાકૂથી વાર કરવામાં આવ્યા છે. તેમની છાતી અને પેટ પર પણ ચાકૂના નિશાન મળી આવ્યા છે. અંકિત શર્માના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ઘણા મોટા ખુલાસા થયા છે. આનાથી માલુમ પડ્યુ છે કે અંકિત શર્માના શરીરને દરેક ભાગમાં ચાકૂથી વાર કરવામાં આવ્યા. સૌથી વધુ વાર તેમની છાતી અને પેટ પર થયા છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ જણાવે છે કે અંકિત શર્માની હત્યા અત્યંત ક્રૂરતાપૂર્વક કરવામાં આવી છે.

અંકિતના પિતાએ એફઆઈઆરમાં શું કહ્યુ?

અંકિતના પિતાએ એફઆઈઆરમાં શું કહ્યુ?

અંકિત શર્માના પિતાએ તેમની હત્યા માટે એફઆઈઆર નોંધાવી છે. એફઆઈઆર અનુસાર આ કેસમાં ભારતીય દંડસંહિતાની કલમ 302, 201, 365 અને 34 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. એફઆઈઆરમાં અંકિતના પિતાએ પોતાનુ દુઃખ વર્ણવ્યુ છે. આમાં લખ્યુ છે કે અંકિત તેમનો નાનો દીકરો હતો. નાગરિકતા સુધારા કાયદા(સીએએ)ના વિરોધમાં ભજનપુરાથી કરાવલ નગર સુધી જતા રસ્તા પર ઘણા દિવસોથી પ્રદર્શન ચાલી રહ્યુ હતુ. આ દરમિયાન ફાયરિંગ, પત્થરમારો અને આગ જેવી ઘણી ઘટનાઓ સામે આવી.

ઓફિસેથી આવીને ઘરનો સામાન લાવવા માટે બહાર ગયા હતા

ઓફિસેથી આવીને ઘરનો સામાન લાવવા માટે બહાર ગયા હતા

અંકિતના પિતાએ આરોપ લગાવ્યો કે આપ નેતા તાહિર હુસેને પોતાના ઘરે ગુંડાઓને ભેગા કર્યા હતા, જે કાર્યાલય ઉપરથી પત્થરમારો અને ફાયરિંગ કરી રહ્યા હતા. આ લોકોએ પેટ્રોલ બોમ્બ પણ ફેંક્યા. જેનાથી માત્ર તણાવ જ નહિ પરંતુ સામાન્ય લોકોમાં ડરનો માહોલ પણ પેદા થયો. તેમણે આમાં કહ્યુ કે અંકિત શર્મા સાંજે પાંચ વાગે ઓફિસેથી આવીને ઘરનો સામાન લાવવા માટે બહાર ગયા હતા. પરંતુ તે ઘણી વાર સુધી પાછા ન આવ્યા. ત્યારબાદ પરિવાર તેમને શોધતા શોધતા ખજૂરી પોલિસ સ્ટેશન, દયાળપુર પોલિસ સ્ટેશન અને આસપાસની હોસ્પિટલોમાં ગયા પરંતુ કંઈ માલુમ પડ્યુ નહિ. પછી રાતે રાહ જોયા બાદ અંકિતના ગુમ થયાનો રિપોર્ટ નોંધાવવામાં આવ્યો. બાદમાં કોઈ યુવકે જણાવ્યુ કે અંકિતને પાસે રહેતા બે યુવકો સાથે જોવામાં આવ્યો હતો.

ચહેરા અને અન્ય અંગો પર એસિડ પણ નાખવામાં આવ્યુ

ચહેરા અને અન્ય અંગો પર એસિડ પણ નાખવામાં આવ્યુ

અંકિતના પિતાએ આગળ કહ્યુ, જ્યારે અમે એ યુવકો(જેને અંકિત સાથે જોવામાં આવ્યા હતા) વિશે પૂછપરછ કરી તો જણાવવામાં આવ્યુ કે ચાંદબાદ પુલિયાની મસ્જિદથી કોઈ યુવકને મારીને ચાંદબાગ નાળામાં ઉપરથી ફેંકવામાં આવ્યો છે. પછી ગોતાખોરોની મદદથી નાળામાં તપાસ કરવામાં આવી, જ્યાંથી અંકિતનુ શબ મળી આવ્યુ. તેમના આખા શરીર પર ઈજાના નિશાન મળ્યા. અંકિતની ઓળખ છૂપાવવા માટે તેમના ચહેરા અને અન્ય અંગો પર એસિડ પણ નાખવામાં આવ્યુ. અંકિતના પિતાએ એ પણ કહ્યુ કે તેમના પુત્રની હત્યા પાછળ તાહિર હુસેન અને તેમની ઓફિસમાં ભેગા થયેલા ગુંડાઓ શામેલ છે.

તાહિર હુસેનની વધી મુશ્કેલીઓ

તાહિર હુસેનની વધી મુશ્કેલીઓ

દિલ્લી હિંસાને વધારવા અને હત્યાના આરોપમાં દિલ્લી પોલિસે તાહિર હુસેન સામે કેસ નોંધી લીધો છે. ત્યારબાદ આમ આદમી પાર્ટીએ પણ હુસેનને સસ્પેન્ડ કરી દીધા છે. દિલ્લી પોલિસે આગ, હત્યા અને હિંસા ફેલાવવાનો કેસ નોંધ્યો છે. દયાળપુર પોલિસ સ્ટેશનમાં નોંધવામાં આવેલ કેસ બાદ તાહિર હુસેનના ખજૂરી વિસ્તારમાં સ્થિત ઘરને સીલ કરી દેવામાં આવ્યુ છે. તાહિર હુસેનના આ ઘરેથી પેટ્રોલ બોમ્બ, પત્થર, ગુલેલ સહિત એવા ઘણા સામાન મળ્યા હતા જેનો હિંસા ફેલાવવામાં ઉપયોગ થયો હતો. તમને માહિતી માટે જણાવી દઈએ કે દિલ્લી હિંસા હવે શમી ગઈ છે પરંતુ તેના વિનાશના ફોટો હવે ધીમે ધીમે સામે આવી રહ્યા છે. અત્યાર સુધી મળેલી માહિતી મુજબ હિંસાના કારણે 38 લોકો પોતાના જીવ ગુમાવી ચૂક્યા છે. વળી, અત્યાર સુધી પોલિસ અનુસાર 48 એફઆઈઆર નોંધવામાં આવી છે અને 100થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી ચૂકી છે.

આ પણ વાંચોઃ દિલ્લી હિંસામાં 82 લોકોને ગોળી વાગી, 350 કારતૂસ થયા જપ્તઆ પણ વાંચોઃ દિલ્લી હિંસામાં 82 લોકોને ગોળી વાગી, 350 કારતૂસ થયા જપ્ત

English summary
delhi violence: postmortem report of ib officer ankit sharma and fir report filed by his father against tahir hussain ex aap councillor.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X