For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હી હિંસા: સોનિયા ગાંધીએ બનાવી 5 લોકોની ટીમ, પ્રભાવિત એીયાની મુલાકાત લઇને સોંપશે રિપોર્ટ

રાજધાનીના પૂર્વોત્તર જિલ્લામાં ફાટી નીકળેલી હિંસા અંગે જાણકારી માટે કોંગ્રેસના વચગાળાના પ્રમુખ સોનિયા ગાંધી દ્વારા 5 સભ્યોની ટીમ બનાવવામાં આવી છે. સોનિયા ગાંધીએ આ 5 સભ્યોની ટીમને ઉત્તર-પૂર્વ દિલ્હીના

|
Google Oneindia Gujarati News

રાજધાનીના પૂર્વોત્તર જિલ્લામાં ફાટી નીકળેલી હિંસા અંગે જાણકારી માટે કોંગ્રેસના વચગાળાના પ્રમુખ સોનિયા ગાંધી દ્વારા 5 સભ્યોની ટીમ બનાવવામાં આવી છે. સોનિયા ગાંધીએ આ 5 સભ્યોની ટીમને ઉત્તર-પૂર્વ દિલ્હીના હિંસાગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવા કહ્યું છે અને વિગતવાર અહેવાલ પણ માંગ્યો છે. આ પાંચ સભ્યોની ટીમમાં મુકુલ વાસનિક, શક્તિસિંહ ગોહિલ, કુમારી સૈલજા, તારિક અનવર અને સુષ્મિતા દેવને હિંસા પ્રભાવિત વિસ્તારની મુલાકાત લેવાની જવાબદારી સોંપવામાં આવી છે.

Sonia Gandhi

5 સભ્યની ટીમ હિંસા પ્રભાવિત વિસ્તારોની મુલાકાત પછી તરત જ સોનિયા ગાંધીને પોતાનો અહેવાલ રજૂ કરશે દિલ્હીના એલજી અનિલ બૈજલે આજે હિંસાગ્રસ્ત મૌજપુરની મુલાકાત પણ લીધી હતી. આ પહેલા કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસના પ્રતિનિધિમંડળએ દિલ્હી હિંસા સંદર્ભે રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદને મળી હતી. રાષ્ટ્રપતિને મળ્યા બાદ પત્રકારો સાથે વાત કરતા પૂર્વ વડા પ્રધાન મનમોહનસિંહે કહ્યું હતું કે, 'અમે રાષ્ટ્રપતિને' રાજધર્મ'ના રક્ષણ માટે તેમની શક્તિઓનો ઉપયોગ કરવા વિનંતી કરી છે.

પૂર્વ વડા પ્રધાને કહ્યું હતું કે દિલ્હીમાં છેલ્લા ચાર દિવસોમાં જે પ્રકારની હિંસા થઈ છે તે રાષ્ટ્ર માટે શરમજનક છે. સરકાર તેની ફરજ બજાવવામાં નિષ્ફળ ગઈ છે. રાષ્ટ્રપતિએ આ તરફ ધ્યાન આપવું જોઈએ અને રાજધર્મ માટે તેમના અધિકારનો ઉપયોગ કરવો જોઈએ. આ પહેલા સોનિયા ગાંધીએ દિલ્હી હિંસા મામલે ગૃહમંત્રી અમિત શાહનું રાજીનામું માંગ્યું હતું.

આ પણ વાંચો: દિલ્લી હિંસાઃ અંકિત શર્માના પિતાએ FIRમાં વર્ણવ્યુ દુઃખ, કહ્યુ - અત્યંત ક્રૂરતાથી થઈ પુત્રની હત્યા

English summary
Delhi violence: Sonia Gandhi creates team of 5 people to report to affected Aiya
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X