For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહિલાએ 30 વર્ષ બાદ 59 વર્ષીય એક્સઈએન પર કર્યો રેપ કેસ, વૉટ્સએપ ચેટ બન્યુ પુરાવો

દિલ્લીના પહાડગંજ પોલિસ સ્ટેશનમાં એક મહિલાએ એક્સઈએન સામે રેપનો કેસ ફાઈલ કરાવ્યો છે.

|
Google Oneindia Gujarati News

દિલ્લીના પહાડગંજ પોલિસ સ્ટેશનમાં એક મહિલાએ એક્સઈએન સામે રેપનો કેસ ફાઈલ કરાવ્યો છે. 46 વર્ષીય મહિલાએ ફરિયાદમાં કહ્યુ કે જ્યારે તે 16 વર્ષની હતી તો એક જેઈએ તેના પર બળાત્કાર કર્યો હતો. આ ઘટનાને 30 વર્ષ થઈ ગયા અને જેઈ હવે એક્સઈએન બની ગયો છે. આરોપી એક્સઈએન 59 વર્ષનો થઈ ચૂક્યો છે. મહિલાની આ રીતની ફરિયાદે પોલિસકર્મીઓને વિચારવા પર મજબૂર કરી દીધા. વળી, મહિલાએ આ વિશે કહ્યુ કે આરોપીએ જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. એટલા માટે કોઈને ન જણાવ્યુ. જ્યારે લગ્ન થયા તો હું મારા પતિ સાથે રહેવા માટે સાકેત જતી રહી. ત્યારબાદ આરોપી સામે હિંમત આવી તો ફરિયાદ નોંધાવી છે.

rape victim

માહિતી અનુસાર મહિલાએ પોલિસને આપેલી ફરિયાદમાં વૉટ્સએપ ચેટિંગને પુરાવા તરીકે રજૂ કર્યા. તેણે કહ્યુ કે મે પોતાની સાથે થયેલી ઘટનાના પુરાવા તરીકે ગયા ત્રણ વર્ષથી આરોપી સાથે થયેલી વૉટ્સએપ ચેટ પોલિસને આપી છે. જો કે હજુ સુધી આ કેસમાં કોઈની ધરપકડ થઈ નથી.

પીડિતાએ જણાવ્યુ કે વર્ષ 1989માં તેના પિતા એમસીડીમાં કાર્યરત હતા અને અમે ત્યારે આરામબાગમાં રહેતા હતા. ત્યાં 29 વર્ષનો જેઈ (ત્યારે આરોપી જેઈ હતો) પણ રહેતો હતો. એક દિવસ તેણે મને પોતાના ઘરે બોલાવી. ત્યાં બળાત્કાર કર્યો. કોઈને કહેવા પર જાનથી મારી નાખવાની ધમકી આપી અને થોડા સમય બાદ તે ફ્લેટ છોડીને જતો રહ્યો.

આ પણ વાંચોઃ ધર્મેન્દ્રની પૂર્વ પત્ની અને બાળકો વિશે પહેલી વાર બોલ્યા હેમા માલિનીઆ પણ વાંચોઃ ધર્મેન્દ્રની પૂર્વ પત્ની અને બાળકો વિશે પહેલી વાર બોલ્યા હેમા માલિની

English summary
Delhi woman Rape Case Filed against XEN with evidence of WhatsApp Chat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X